World Cup 2023: પાકિસ્તાનની ટીમે મંગળવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની બીજી જીત નોંધાવી. પાકિસ્તાને આ પહેલા 6 ઓક્ટોબરના રોજ રમાયેલી મેચમાં નેધરલેન્ડ્સની ટીમને 81 રનથી હરાવી હતી. પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં પોતાની જીતની લયને તૂટવા દીધી નહીં અને પોતાની બીજી મેચમાં શ્રીલંકાની ટીમને સજ્જડ હારનો સામનો કરાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં શ્રીલંકાની ટીમે પહેલા ટોસ જીતીને બેટિંગ લીધી. નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 344 રન કર્યા અને પાકિસ્તાનને જીત માટે 345 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં પાકિસ્તાને 48.2 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 348 રન બનાવીને મેચ જીતી લીધી. 


શ્રીલંકાની ઈનિંગમાં કુસલ મેન્ડિસ અને સદીરા સમરવિક્રમાની સદીથી શ્રીલંકાએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 9 વિકેટ પર 344 રન કર્યા. કુસલ મેન્ડિસે 77 બોલમાં 122 રન કર્યા. જે વર્લ્ડ કપના ઈતિહાસમાં શ્રીલંકા તરફથી સૌથી ઝડપી સદી છે. સમરવિક્રમાએ પોતાના પહેલા વનડે સદી દરમિયાન 89 બોલમાં 108 રન કરીને શ્રીલંકાને વર્લ્ડ કપમાં તેના સર્વોચ્ચ સ્કોર સુધી પહોંચાડ્યું. 


શાહીન ધોવાઈ ગયો
પાકિસ્તાન તરફથી હસન અલી સૌથી સફળ બોલર રહ્યો જેણે 71 રન આપીને 4 વિકેટ લીધી. જ્યારે હારિસ રાઉફે 64 રન આપીને બે વિકેટ લીધી. શાહીન શાહ આફ્રીદી (66 રન પર એક વિકેટ) અને શાદાબ ખાન (55 રન એક વિકેટ) ને એક એક વિકેટ મળી. પરંતુ તેઓ મોંઘા સાબિત થયા.