લંડનઃ આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 30 મેથી શરૂ થસે. ઈંગ્લેન્ડની આગેવાનીમાં આ વર્ષે રમાનારી વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે તમામ ટીમોએ કમર કસી લીધી છે. વર્લ્ડ કપના 44 વર્ષા ઇતિહાસમાં ઘણા રોમાંચક મુકાબલા જોયા છે પરંતુ અહીં પાંચ એવા યાદગાર મેચોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જે કોઈને કોઈને કારણે ખાસ રહ્યાં. ઓસ્ટ્રેલિયાએ જ્યાં 5 વખત ટ્રોફી જીતી છે તો ભારત અને વેસ્ટ ઈન્ડિઝે 2-2 વખત ટાઇટલ પર કબજો કર્યો છે. પાકિસ્તાન અને શ્રીલંકા એક-એક વાર ચેમ્પિયન રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1975 વિશ્વ કપ - ગિલમૌરનો જલવો
ગિલમૌરનું શાનદાર પ્રદર્શન ટૂર્નામેન્ટ યજમાન ઈંગ્લેન્ડ અને ઘોર વિરોધી ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વિશ્વકપ સેમીફાઇનલ પહેલા ડેનિસ લિલી અને જેફ થોમસનથી મળનારા પડકારથી વાકેફ હતા. આ 23 વર્ષના બોલરે 14 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી જેથી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 93 રન પર સમેટાઇ ગઈ હતી. ત્યારબાદ ક્રિસ ઓલ્ડે પોતાના ઘરઆંગણે હેડિંગ્લેમાં 3 વિકેટ ઝડપી હતી. પછી ગિલમૌર બેટિંગ કરવા ઉતર્યો. ગિલમૌરની 28 રનની અણનમ ઈનિંગ અને ડગ બોલ્ટર્સની સાથે અણનમ ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પહોંચાડી દીધું હતું. 


1983 વિશ્વ કપ - કપિલ દેવની સદી પરંતુ ન થયું પ્રસારણ 
ઝિમ્બાબ્વેએ ડંકન ફ્લેચરના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તે એક અપસેટ કરવા તરફ આગળ વધી રહ્યું હતું. તેણે ભારતની 17 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ભારતીય કેપ્ટન કપિલ દેવે 138 બોલ પર 175 રનની ઈનિંગ રમી પરંતુ આ ઈનિંગનો આનંદ ટનબ્રિજ વેલ્સમાં નેવિલ મેદાનમાં હાજર રહેલા દર્શક જ ઉઠાવી શક્યા કારણ કે બીબીસી ટેક્નીશિયન હડતાલ પર હતા જેથી આ મેચનું ટીવી પ્રસારણ ન થઈ શક્યું. કપિલની સદીની મદદથી ભારતે 266 રનનો સ્કોર બનાવ્યો જે ઝિમ્બાબ્વે માટે ખુબ વધુ સાબિત થયો. કપિલની સદી તેની શાનદાર નેતૃત્વ ક્ષમતાનું ઉદાહરણ હતું કારણ કે એક સપ્તાહ બાદ ભારતને ચેમ્પિયન બનાવી લીધું. 


1999 વિશ્વ કપઃ ઓસ્ટ્રેલિયાએ ટાઈ મેચ જીતી 
આ લગભગ વિશ્વકપનો સૌથી રોમાંચક મેચ હતી, એઝબેસ્ટનમાં આ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 213 રન બનાવ્યા જેમાં સાઉથ આફ્રિકાના શોન પોલેકે 36 રન આપીને 5 વિતેટ ઝડપી હતી. જોંટી રોડ્સ અને જેક કાલિક દક્ષિણ આફ્રિકાને માત્ર 9 રનની જરૂર હતી. પછી એક રન અને એક વિકેટ બાકી હતી. લાંસ ક્લૂઝનરે બોલ મિડ-ઓફની તરફ મોકલ્યો અને એક રન માટે ભાગ્યો. નોન-સ્ટ્રાઇકર છેડે રહેલા એલેન ડોનલ્ડે તેનો અવાજ ન સાંભળ્યો અને પોતાનું બેટ પાડી દીધું. માર્ક વોએ બોલ લઈને બોલર ડેમિયન ફ્લેમિંગ તરફ ફેંકી દીધો. ફ્લેમિંગે તુરંત તેને વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ તરફ ફેંક્યો અને તેણે રનઆઉટ કરી દીધો. પરંતુ મેચ ટાઈ રહ્યો, પરંતુ ઓસ્ટ્રેલિયા સારી નેટ રનરેટની મદદથી ફાઇનલમાં પહોંચી ગયું. 


2011 વિશ્વકપઃ ઓબ્રાયને ઈંગ્લેન્ડને પસ્ત કર્યું 
ઈંગ્લેન્ડે આયર્લેન્ડ (ત્યારે ટેસ્ટનો દરજ્જો પ્રાપ્ત નહતો) વિરુદ્ધ બેટથી ખુબ સારૂ પ્રદર્શન કર્યું અને 7 વિકેટ પર 327 રન બનાવ્યા. વિશ્વકપ મેચમાં પહેલા ક્યારેક કોઈપણ ટીમે આ સ્કોરનો પીછો કર્યો નહતો પરંતુ બેંગલુરૂમાં કેવિન ઓબ્રાયને વિશ્વકપ ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારતા આયર્લેન્ડને ત્રણ વિકેટે વિજય અપાવ્યો હતો. તેણે માત્ર 50 બોલનો સામનો કર્યો જેમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગા પટકાર્યા હતા. ઓબ્રાયન આવતા પહેલા આયર્લેન્ડની ટીમનો સ્કોર 5 વિકેટ પર 111 રન હતો. 


2015 વિશ્વ કપઃ ઇલિયને સાઉથ આફ્રિકાનું દિલ તોડ્યું
ફાફ ડુ પ્લેસિસ અને એબી ડિવિલિયર્સે ઓકલેન્ડ સેમીફાઇનલમાં 5 વિકેટ પર 281 રન બનાવ્યા હતા પરંતુ વરસાદને કારણે 43-43 ઓવરની કરી દેવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ માટે ઓલરાઉન્ડર ગ્રાન્ટ ઇલિયટે પોતાની જિંદગીમાં શાનદાર ઈનિંગ રમી હતી. જોહનિસબર્ગમાં જન્મેલા ઇલિયટ 2001માં ન્યૂઝીલેન્ડ ચાલ્યો ગયો હતો. ન્યૂઝીલેન્ડને જીત માટે 5 રનની જરૂ હતી અને બે બોલ બાકી હતી જ્યારે ઇલિયટે ફાસ્ટ બોલર ડેલ સ્ટેનના બોલ પર મિડ-ઓન પર શાનદાર છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ તેની અણનમ 84 રનની મેચ વિનિંગ ઈનિંગનો અંતિમ શોટ હતો જેની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમ પોતાના પ્રથમ વિશ્વકપ ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા તેને 6 સેમીફાઇનલમાં હાર મળી હતી.