Cricket World Cup, IND vs PAK: જેનો થશે જોરદાર પ્રારંભ, તે કરશે રાજ
કરોડો ક્રિકેટ ફેન્ડ માટે ઇંતજારની ઘડી સમાપ્ત થઈ ગઈ છે. વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કાલે મહામુકાબલાનું બિગુલ વાગી ગયું છે. આજે ચર્ચા જશે બંન્ને ટીમોના ટોપ ઓર્ડરની જેમાં ઓપનરો સિવાય નંબર-3 બેટ્સમેન સામેલ છે.
નવી દિલ્હીઃ કરોડો ક્રિકેટ ફેન્ડ માટે ઇંતજારની ઘડી સમાપ્ત થઈ ગઈ છે. વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કાલે મહામુકાબલાનું બિગુલ વાગી ગયું છે. આજે ચર્ચા જશે બંન્ને ટીમોના ટોપ ઓર્ડરની જેમાં ઓપનરો સિવાય નંબર-3 બેટ્સમેન સામેલ છે. શિખર ધવનને ઈજા થતાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. હવે રોહિત શર્માની સાથે રાહુલ ઓપનિંગ કરશે. વનડેમાં પ્રથમ વખત હશે જ્યારે રોહિત-રાહુલની જોડી ઓપનિંગ કરશે.
નંબર-3 પર ભારતની પાસે કેપ્ટન વિરાટ કોહલી છે જે હાલના સમયમાં દુનિયાના સૌથી શાનદાર બેટ્સમેનોમાંથી એક છે. બીજીતરફ પાકિસ્તાનની પાસે પણ ફખર જમાન અને ઇમામ ઉલ હકના રૂપમાં વિશ્વાસ પાત્ર જોડી છે જેણે 55ની એવરેજથી 1000 પ્લસ રનની ભાગીદારી કરી છે. નંબર-3 પર બાબર આઝમ જેવો યુવા ખેલાડી છે જેની આ પોઝિશન પર બેટિંગ એવરેજ 56.41ની છે.
રોહિત શર્મા
વનડે રેકોર્ડઃ મેચ 208, રન 8189, હાઈએસ્ટ 264, એવરેજ 48.17, 100-50 243-42
પાકિસ્તાન વિરુદ્ધ વનડે રેકોર્ડઃ મેચ 15, રન 580, હાઇએસ્ટ 111*, એવરેજ 44.61, 100-50 1-6
લોકેશ રાહુલ
મેચ 16, રન 380, હાઇએસ્ટ 100, એવરેજ 34.54, 100-50 1-2
પાકિસ્તાન વિરુદ્ધ વનડેમાં રેકોર્ડઃ પ્રથમવાર રમશે
વિરાટ કોહલી
વનડે રેકોર્ડઃ મેચ 229, રન 10943, સર્વોચ્ચ 183, એવરેજ 59.47, 100-50 41-50
પાકિસ્તાન વિરુદ્ધ વનડેમાં રેકોર્ડઃ મેચ 12, રન 459, સર્વોચ્ચ 183, એવરેજ 45.90, 100-50 2-1
વિરોધી પાકિસ્તાનને જાણો
વનડે રેકોર્ડઃ મેચ 39, રન 1700, હાઇએસ્ટ 210*, એવરેજ 48.57, 100-50 4-10
ભારત વિરુદ્ધ વનડે રેકોર્ડઃ મેચ 3, રન 145, હાઇએસ્ટ 114, એવરેજ 48.33, 100-50 1-0
ઇમામ ઉલ હક
વનડે રેકોર્ડઃ મેચ 31, રન 1486, હાઇએસ્ટ 151, એવરેજ 57.15, 100-50 6-6
ભારત વિરુદ્ધ વનડે રેકોર્ડઃ મેચ 2, રન 12, હાઇએસ્ટ 10, એવરેજ 6.00
બાબર આઝમ
વનડે રેકોર્ડઃ મેચ 67, રન 2854, હાઇએસ્ટ 125*, એવરેજ 50.96, 100-50 9-13
ભારત વિરુદ્ધ વનડે રેકોર્ડઃ મેચ 4, રન 110, હાઇએસ્ટ 47, એવરેજ 27.50
યાદગાર ક્ષણ
વિરાટ કોહલીએ વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ સદી 2015ની એડિશનમાં બનાવી હતી. આ મેચમાં વિરાટે 126 બોલમાં 107 રન બનાવ્યા હતા, જેમાં 8 ચોગ્ગા સામેલ હતા. વિરાટે પોતાની સદી 119 બોલમાં પૂરી કરી હતી. આ દરમિયાન તેણે ઓપનર શિખર સાથે બીજી વિકેટ માટે 129 રન જોડ્યા હતા, જે વિશ્વકપમાં ભારત તરફથી પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે.
આ મેચમાં કોહલીએ રૈનાની સાથે ત્રીજી વિકેટ માટે 110 રન પણ જોડ્યા હતા. ભારતે આ મેચમાં 300/7નો સ્કોર બનાવ્યો હતો અને શમીની ચાર વિકેટની મદદથી પાકિસ્તાનને 224 રન આઉટ કરીને 76 રનથી વિજય મેળવ્યો હતો.