દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની વિવાદ નિવારણ પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વળતરના દાવાને નકારી દીધો છે. પીસીબીએ ભારતીય ક્રિકેટ બોર્ડ પર દ્વિપક્ષીય શ્રેણી સાથે જોડાયેલા સહમતિ પત્ર (એમઓયૂ)નું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વીટર પર લખ્યું, વિવાદ નિવારણ પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ પાકિસ્તાનના મામલાને નકારી દીધો છે. 


પીસીબીએ બીસીસીઆઈ પર એમઓયૂનું સન્માન ન કરવાનો આરોપ લગાવતા 447 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી. આ એમઓયૂ પ્રમાણે ભારતે 2015થી 2023 વચ્ચે પાકિસ્તાન વિરુદ્ધ છ દ્વિપક્ષીય શ્રેણી રમવાની હતી. 


INDvsAUS પ્રથમ ટી20: BCCIએ જાહેર કરી અંતિમ-12 ખેલાડીઓની યાદી, જાણો કોને મળી તક


બીસીસીઆઈએ જવાબમાં કહ્યું કે, તે આ કથિત એમઓયૂને માનવા માટે બંધાયેલ નથી અને તેનું કોઈ મહત્વન નથી, કારણ કે પાકિસ્તાને ભારત દ્વારા સૂચવાયેલા આઈસીસીના આવક મોડલ પર પોતાનું સમર્થન પૂરુ કર્યું નથી. આઈસીસીએ ત્યારબાદ પીસીબીના વળતરના દાવા પર વિચાર માટે ત્રણ સભ્યોની વિવાદ ઉકેલ સમિતિની રચના કરી હતી. 

World Boxing Championships: એમસી મેરી કોમ સેમિફાઇનલમાં, વર્લ્ડ ચેમ્પિનશિપમાં સાતમો મેડલ પાક્કો


આ મામલાની સુનાવણી એકથી ત્રણ ઓક્ટોબર અહીં આઈસીસીના મુખ્યાલયમાં થઈ હતી. પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ તે વ્યક્તિઓમાં સામેલ રહ્યાં, જેની સુનાવણી દરમિયાન ક્રોસ પરીક્ષા થઈ. બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારી અનુસાર, ખુર્શીદે સુરક્ષાના કારણે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ રમવાના ઇનકાર કરવાના ભારતના પક્ષને યોગ્ય ઠેરવ્યો હતો.