નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ફરી એકવાર દ્વિપક્ષીય શ્રેણી ન રમવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પાસે સાત કરોડ ડોલર એટલે કે આશરે 500 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન બોર્ડ પ્રમાણે પીસીબીએ બીસીસીઆઈની સાથે વર્ષ 2014માં સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ છ દ્વિપક્ષીય શ્રેણી રમવા પર સહમતિ બની હતી. જેમાં પાકિસ્તાનની મહેમાનીમાં ઘરેલૂ શ્રેણી પણ સામેલ હતી. 


પરંતુ ભારતે 2008થી અત્યાર સુધી પાકિસ્તાનની સાથે તેમની યજમાનીમાં દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. પરંતુ આઈસીસી તથા અન્ય મલ્ટીનેશન ટૂર્નામેન્ટોમાં તે પાકિસ્તાન સાથે રમે છે. 


પીસીબી પ્રમાણે સહમતિ પત્ર મુજબ બંન્ને દેશોએ 2015થી 2023 વચ્ચે છ દ્વિપક્ષીય શ્રેણી રમવાની હતી. પાકિસ્તાનને ભારતની સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવામાં ક્યારેય મુશ્કેલી ન હતી પરંતુ બીસીસીઆઈ દ્વારા ટીમ ન મોકલતા તેને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. 


ભારત વિરુદ્ધ પીસીબીએ આઈસીસીનો દરવાજો ખખડાવ્યો છે અને તેને બીસીસીઆઈ પાસેથી 500 કરોડનું વળતર અપાવવાની માંગ કરી છે. આ મામલાની સુનાવણી સોમવાર 1 ઓક્ટોબરથી દુબઈમાં શરૂ થશે. 


પાકિસ્તાનને વળતર આપવાની માંગ પર રાજીવ શુક્લાએ કહ્યું કે, બીસીસીઆઈે પીસીબીની સાથે ક્રિકેટમાં કોઈ વાંધો નથી, પરંતુ કેટલાક મુદ્દા છે જેને સરકારના સ્તર પર ઉકેલવા પડશે. 


રાજીવ શુક્લાએ કહ્યું, જ્યાં સુધી મારો મત છે તો બીસીસીઆઈ અને પીસીબી પોતાના મામલાનો પોતે ઉકેલ લાવવો જોઈએ તેને આઈસીસી પાસે લઈ જવાની જરૂર નથી. બીસીસીઆઈતો પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવા ઈચ્છે છે પરંતુ કેટલાક મુદ્દા છે અને બીસીસીઆઈને પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવા માટે સરકારની મંજુરી જોઈએ. 


રાજીવ શુક્લાએ કહ્યું, ભારતે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈપણ આઈસીસી ટૂર્નામેન્ટ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ રમવાનો ઈન્કાર કર્યો નથી તેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પૈસા આપવાનો સવાલ ઉભો થતો નથી. 




બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અનુસાર ઠાકુરે કહ્યું, આ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દ્વિપક્ષીય મામલો છે અને તેમાં આઈસીસી શું કરી રહ્યું છે? આઈસીસી અમને રમવા માટે મજબૂર ન કરી શકે અને બીસીસીઆઈ પર કોઈ દબાવ આંતરરાષ્ટ્રીય સંકટનું કારણ બની શકે છે. 


ઠાકુરે કહ્યું, પાકિસ્તાનને એક પૈસો નહીં આપીએ. ઠાકુરે કહ્યું કે, પહેલા પાકિસ્તાન આતંકવાદનો ખાત્મો કરે ત્યારે તેની સાથે ક્રિકેટ રમવા પર વિચાર કરી શકાય છે.