Stop Clock Rule: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ક્રિકેટમાં એક નવો નિયમ લાગૂ કરી દીધો છે. આ નિયમ વનડે અને ટી20 ક્રિકેટમાં ઉપયોગ કરવામાં આવશે. આ નિયમનું નામ સ્ટોપ ક્લોક છે. આ નિયમ રમતની ગતિ વધારવા માટે નક્કી કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઓવરોની વચ્ચે લાગતા સમયને ઘટાડવા માટે સ્ટોપ ક્લોકની શરૂઆત કરવામાં આવી રહી છે. આ નિયમ ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધી ટ્રાયલના રૂપમાં લાગૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટમાં આવ્યો નવો નિયમ
સીઈસીએ ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધી પુરૂષોના વનડે અને ટી20 ક્રિકેટમાં ટ્રાયલના રૂપમાં સ્ટોપ ક્લોક શરૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ ઘડિયાળનો ઉપયોગ ઓવરો વચ્ચે લાગનાર સમયને ઘટાડવા માટે કરવામાં આવશે. નિયમ પ્રમાણે જો બોલિંગ કરનારી ટીમ પાછલી ઓવર પૂરી થવાની 60 સેકેન્ડની અંદર આગામી ઓવર ફેંકવા માટે તૈયાર થતી નથી, જો ઈનિંગમાં ત્રીજીવાર આમ થશે તો 5 રનની પેનલ્ટી લગાવવામાં આવશે. આ નિર્ણય આઈસીસીની બેઠકમાં લેવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ ICCએ વર્લ્ડ કપ 2023ના 10 શ્રેષ્ઠ ફિલ્ડરોની પસંદગી કરી, ભારતના આ 2 ખેલાડી ટોપ પર


પહેલાથી લાગૂ છે સ્લો ઓવર રેટનો નિયમ
એકદિવસીય મુકાબલામાં બોલિંગ સાઇડને 50 ઓવર ફેંકવા માટે 3.5 કલાક આપવામાં આવે છે. તો ટી20માં ટીમને 20 ઓવર ફેંકવા માટે 1 કલાક 25 મિનિટ મળે છે. જો કોઈ ટીમ સમય રહેતા ઓવર પૂરી ન કરી શકે તો સ્લો ઓવર રેટના નિયમને કારણે ટીમે બાકી ઓવર્સમાં 30 યાર્ડ સર્કલની અંદર એક ખેલાડી વધુ રાખવો પડે છે. સાથે આઈસીસીની આચાર સંહિતાના આર્ટિકલ 2.22 હેઠળ દંડની પણ જોગવાઈ છે. 


બેટિંગ કરનારી ટીમને થશે ફાયદો
સ્ટોપ ક્લોકના નિયમથી હવે બેટિંગ કરનારી ટીમને ફાયદો થશે. જો કોઈ ટીમ પાછલી ઓવર પૂરી થવા અને આગામી ઓવર ફેંકવા માટે 2થી વધુ વખત 60 સેકેન્ડનો સમય લે તો બેટિંગ ટીમને 5 રન આપવામાં આવશે. હંમેશા જોવામાં આવ્યું છે કે મેચનું પરિણામ બદલવા માટે 1-1 રન ઉપયોગી હોય છે. તેવામાં 5 રન બેટિંગ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube