લંડનઃ આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચને ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પર સૌથી વધુ જોવામાં આવી છે. હોટસ્ટાર પર 2.53 કરોડ લોકોએ આ મેજ જોઈ જે એક રેકોર્ડ છે. આ પહેલા ઓનલાઇન પ્લેટફોર્મ પર કોઈપણ મેચને આટલા દર્શકો મળ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેટ બ્રિટનમાં આ ટૂર્નામેન્ટને સ્કાઈ સ્પોર્ટ્સ પર કરવામાં આવી રહેલા સીધા પ્રસારણ અને ઝલકને ચેનલ 4 પર જોનારા લોકોની સંખ્યાનો આંકડો આશરે 2 કરોડ સુધી પહોંચી ગયો છે. 


આઈસીસીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. આઈસીસીએ વિશ્વ કપની ગ્રુપ રાઉન્ડ અને સેમિફાઇનલ મેચોના ડિજિટલના આંકડાની જાણકારી આપી છે, જેણે ટીવી અને ડિજિટલ રેકોર્ડ્સ સ્થાપિત કર્યા છે. આ વિશ્વમાં સૌથી વધુ જોનારી ટૂર્નામેન્ટમાંથી એક બની ગઈ છે. 


આઈસીસીના ડિજિટલ અને સોશિયલ પ્લેટફોર્મ પર ગ્રુપ રાઉન્ડ દરમિયાન 2.6 અબજ લોકોએ વિશ્વ કપ સંબંધિત વીડિયોનો આનંદ ઉઠાવ્યો છે. 


આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી મનુ સ્વાહને કહ્યું, 'અમે તે વાતથી ખુશ છીએ કે આઈસીસી વિશ્વ કપ વિશ્વભરમાં ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાતી ટૂર્નામેન્ટ બની ગઈ છે.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર