દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે ટી20 વિશ્વકપ ટૂર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત કરી હતી. પૂર્વ ચેમ્પિયન ભારતનો સામનો આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વિશ્વકપના પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે થશે. આ મેચ પર્થમાં 24 ઓક્ટોબરે રમાશે, જ્યારે ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ક્વોલિફાઇંગ મેચ રમાશે. પુરૂષોનો ટી20 વિશ્વકપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ચાલશે. તેના પહેલા મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાનો સામનો 24 ઓક્ટોબરે સિડનીમાં વિશ્વની નંબર-1 ટીમ પાકિસ્તાન સામે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું, અમે જ્યારે પણ ઓસ્ટ્રેલિયામાં કોઈ ટૂર્નામેન્ટનું આયોજન કરીએ તો અમને ખ્યાલ હોય છે કે વિશ્વના એક અબજ ક્રિકેટપ્રેમિઓને શાનદાર આયોજનને ગેરંટી રહે છે. તેમણે કહ્યું, વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી અને શાનદાર મેદાન. શોર મચાવતા, ક્રિકેટને સમજનારા જનૂની દર્શકો જે ટી20 વિશ્વકપ માટે જોઈએ. ગત ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ સુપર 12 ગ્રુપ મેચ ન્યૂઝીલેન્ડ સામે 25 ઓક્ટોબરો મેલબોર્નમાં રમાશે. 


ગ્રુપ-એમાં ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ અને બે ક્વોલિફાયર છે જ્યારે બીજા ગ્રુપમાં ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બે ક્વોલિફાયર ટીમ હશે. પ્રથમ સેમીફાઇનલ એસસીજી પર 11 નવેમ્બર અને બીજી સેમીફાઇનલ તે જ દિવસે એડિલેડ ઓવલમાં રમાશે. ફાઇનલ 15 નવેમ્બરે એમસીજીમાં રમાશે. ટૂર્નામેન્ટનો કાર્યક્રમ આ પ્રકારે છે. 



ICC T20 World Cup Fixtures: મહિલા-પુરૂષ ટીમો માટે T20 વિશ્વકપ 2020નો કાર્યક્રમ જાહેર 

પ્રથમ રાઉન્ડ
18 ઓક્ટોબર 2020: શ્રીલંકા વિરુદ્ધ ક્વોલિફાયર, સાઉથ જીલોંગ
ક્વોલિફાયર એટૂ વિરુદ્ધ ક્વોલિફાયર એફોર, સાઉથ જીલોંગ
19 ઓક્ટોબરઃ બાંગ્લાદેશ વિરુદ્ધ ક્વોલિફાયર, તસ્માનિયા ક્વોલિફાયર બીટૂ વિરુદ્ધ ક્વોલિફાયર બીફોર, તસ્માનિયા
20 ઓક્ટોબરઃ ક્વોલિફાયર એથ્રી વિરુદ્ધ ક્વોલિફાયર બીફોર, તસ્માનિયા, બાંગ્લાદેશ વિરુદ્ધ ક્વોલિફાયર એટૂ, સાઉથ જીલોંગ
21 ઓક્ટોબરઃ ક્વોલિફાયર બીથ્રી વિરુદ્ધ ક્વોલિફાયર બીફોર, તસ્માનિયા બાંગ્લાદેશ વિરુદ્ધ બીટૂ, તસ્માનિયા
22 ઓક્ટોબરઃ ક્વોલિફાયર એટૂ વિરુદ્ધ ક્વોલિફયાર એથ્રી, સાઉથ જીલોંગ
શ્રીલંકા વિરુદ્ધ ક્વોલિફાયર એફોર, સાઉથ જીલોંગ
23 ઓક્ટોબરઃ ક્વોલિફાયર બીટૂ વિરુદ્ધ ક્વોલિફાયર બીથ્રી, તસ્માનિયા
બાંગ્લાદેશ વિરુદ્ધ ક્વોલિફાયર બીફોર, તસ્માનિયા


સુપર 12
24 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેવિયા વિરુદ્ધ પાકિસ્તાન, સિડની
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પર્થ
25 ઓક્ટોબરઃ એવન વિરુદ્ધ બીટૂ હોબાર્ટ
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, મેલબોર્ન
26 ઓક્ટોબરઃ અફગાનિસ્તાન વિરુદ્ધ એટૂ, પર્થ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીવન, પર્થ
27 ઓક્ટોબરઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીવન, હોબાર્ટ
28 ઓક્ટોબરઃ અફગાનિસ્તાન વિરુદ્ધ બીવન, પર્થ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, પર્થ
29 ઓક્ટોબરઃ પાકિસ્તાન વિરુદ્ધ એવન, સિડની
ભારત વિરુદ્ધ એટૂ, મેલબોર્ન
30 ઓક્ટોબરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આફ્રિકા, સિડની
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીટૂ, પર્થ
31 ઓક્ટોબરઃ પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, બ્રિસબેન
ઓસ્ટ્રેવિયા વિરુદ્ધ એવન, બ્રિસબેન


1 નવેમ્બરઃ આફ્રિકા વિરુદ્ધ અફગાનિસ્તાન, એડીલેડ
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, મેલબોર્ન
2 નવેમ્બરઃ એટૂ વિરુદ્ધ બીવન, સિડની
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એવન બ્રિસબેન
3 નવેમ્બરઃ પાકિસ્તાન વિરુદ્ધ વેસ્ટઈન્ડિઝ, એડીલેડ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીટૂ, એડીલેડ
ચાર નવેમ્બરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફગાનિસ્તાન, બ્રિસબેન
5 નવેમ્બરઃ આફ્રિકા વિરુદ્ધ એટૂ, એડીલેડ
ભારત વિરુદ્ધ બીવન, એડીલેડ
6 નવેમ્બરઃ પાકિસ્તાન વિરુદ્ધ બીટૂ, મેલબોર્ન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, મેલબોર્ન
7 નવેમ્બરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એટૂ, એડીલેડ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એવન, મેલબોર્ન
આઠ નવેમ્બરઃ આફ્રિકા વિરુદ્ધ બીવન, સિડની
ભારત વિરુદ્ધ અફગાનિસ્તાન, સિડની


સેમીફાઇનલઃ 11 નવેમ્બર, સિડની અને 12 નવેમ્બર, એડીલેડ
ફાઇનલઃ 15 નવેમ્બર, મેલબોર્ન