નવી દિલ્હીઃ દુનિયાના મહાન બેટ્સમેનોમાં સામેલ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કરેલું ટ્વીટ તેના પર ભારે પડી રહ્યું છે. આ પ્રથમ વખત નથી કે આઈસીસીએ આમ કર્યું હોય, વિશ્વ કપ દરમિયાન કરવામાં આવેલી ભૂલોનું તેણે ફરી પુનરાવર્તન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ એશિઝમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં વિજયી સદી ફટકારનાર ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સની સચિન સાથે તુલના કરી હતી. સ્ટોક્સે સચિનની જેમ ઓલટાઇમ ગ્રેટ ક્રિકેટ ગણાવવામાં આવ્યો છે. 




આઈસીસીએ મંગળવારે ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન કરવામાં આવેલા ટ્વીટને શેર કરતા લખ્યું, અમે પહેલા કહ્યું હતું. જે ટ્વીટ કરવામાં આવ્યું તેમાં સચિન અને બેન સ્ટોક્સની સાથે જોવા મળી રહ્યો છે અને લખ્યું છે. સર્વકાલિન મહાન ક્રિકેટર બેન સ્ટોક્સ અને સચિન તેંડુલકર. વિશ્વ કપ ફાઇનલમાં રમાયેલી ઈનિંગ બાદ આ ટ્વીટ કરવામાં આવ્યું હતું. 



આઈસીસીની આ હરકત પર ફેન્સ ખુબ ગુસ્સામાં છે. એક ફેન્સે લખ્યું, 'માત્ર તમે કહી રહ્યાં છો તેથી અમે તેના પર વિશ્વાસ નહીં કરીએ. સચિન સર્વકાલિન મહાન ક્રિકેટર છે અને તેના બાદ કોઈ આવે છે.'



એક ફેને સચિન અને સ્ટોક્સના આંકડા દેખાડતા આઈસીસીને કહ્યું કે, બંન્નેની તુલના ક્યા આધારે કરવામાં આવી છે. 



એક ફેને લખ્યું, સચિન તેનાથી વધુ સન્માનનો હકદાર છે.