દુબઈઃ ઈંગ્લેન્ડે ભારતીય ક્રિકેટ ટીમને પછાડતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની વનડે ટીમ રેકિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. 2013 બાદ પ્રથમવાર ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને પહોંચ્યું છે. ઈંગ્લેન્ડને 2014-15ના ખરાબ સત્રનો ફાયદો મળ્યો છે જેમાં પૂર્ણ સભ્યો વિરુદ્ધ 25માંથી સાત વનડે જીતી હતી. તે સત્રને હાલની ગણતરીમાંથી હટાવી દેવામાં આવ્યું છે જ્યારે 2015/16, 2016/17ને 50 ટકા ગણવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોચ ટ્રેવોર બેલિસનું માર્ગદર્શન અને કેપ્ટન ઇયોન મોર્ગનના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે 2014/15ની સીઝન બાદ રમાયેલી 63 વનડેમાંથી 41 વનડેમાં જીત મેળવી છે. ઈંગ્લેન્ડે પોતાની છેલ્લી 6 વનડે શ્રેણી જીતી છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિફાઇનલ સુધીની સફર કરી હતી. આ સાથે તે 2019માં યોજાનારા વિશ્વકપની પ્રબળ દાવેદારમાંથી એક છે. 


ICC ટેસ્ટ રેકિંગઃ ટીમ ઈન્ડિયા બની વધુ મજબૂત


આ વર્ષે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં 4-1થી પરાજય આપ્યો, જ્યારે માર્ચમાં ન્યૂઝીલેન્ડે વિરુદ્ધ રમાયેલી શ્રેણીમાં 3-2થી વિજય મેળવ્યો હતો. ટેસ્ટ રેકિંગમાં ઈંગ્લેન્ડ પાંચમાં સ્થાને અને ભારત પ્રથમ સ્થાને છે. 


અંતિમ વખત જાન્યુઆરી 2013માં વનડે રેકિંગમાં ટોંચ પર આવેલી ઈંગ્લેન્ડની ટીમના 125 પોઇન્ટ છે અને ભારત એક અંક ગુમાવીને 122 અંકની સાથે બીજા ક્રમે છે. દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે તેના 113 અંક છે. ચોથા સ્થાને ન્યૂઝીલેન્ડના 112 અંક છે. બાકીના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી. 


વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 8 અંક ગુમાવીને પાંચમાં સ્થાને છે જ્યારે પાકિસ્તાન છઠ્ઠા સ્થાને છે. બાંગ્લાદેશ (93)ને ત્રણ અંક મળ્યા જ્યારે શ્રીલંકા (77) સાત અંક ગુમાવ્યા. વિન્ડીઝ (69) પાંચ અંક ગુમાવ્યા પરંતુ અફઘાનિસ્તાન (63) પાંચ અંક મેળવ્યા છે. 


ટી20માં પાકિસ્તાન છે ટોપ પર
ટી20 રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી જેમાં પાકિસ્તાન પ્રથમ ક્રમે છે. અફઘાનિસ્તાન હવે શ્રીલંકાથી આગળ આઠમાં સ્થાને છે. ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ છે.