દુબઈઃ ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે આઈસીસી રેન્કિંગમાં ટોપ-10માં જગ્યા બનાવી, જ્યારે શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રેણીમાં ખરાબ પ્રદર્શનને કારણે બેટ્સમેનોની યાદીમાંથી ચાર સ્થાન પાછળ જતો રહ્યો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેણીમાં કુલ 453 રન બનાવીને વનડેમાં 10,000 રન પૂરા કર્યા, જેથી તેણે રેન્કિંગમાં પોતાનું નંબર-1નું સ્થાન મજબૂત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે 15 પોઈન્ટ મેળવ્યા જેનાથી તેને 899 પોઈન્ટ થઈ ગયા છે અને તે બીજા સ્થાન પર રહેલા સાથી રોહિત શર્માથી 28 પોઈન્ટ આગળ થઈ ગયા છે. જેણે શ્રેણીમાં કુલ 389 રન બનાવવાની સાથે 29 પોઈન્ટ મેળવ્યા છે. રોહિતના 871 રેટિંગ પોઈન્ટ છે, જે અત્યાર સુધીના તેના સર્વશ્રેષ્ઠ પોઈન્ટ છે. ધવન વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાંચ ઈનિંગમાં એકપણ અડધી સદી ન બનાવી શક્યો જેનાથી તે ચાર સ્થાન પાછળ ખસીને 9માં સ્થાન પર પહોંચી ગયો છે. 


બોલરોના રેન્કિંગમાં ચહલ, અકિલા ધનંજય અને રવિન્દ્ર જાડેજાએ મોટો પ્રભાવ પાડ્યો જ્યારે નંબર-1 પર રહેલા જસપ્રીત બુમરાહે કેરિયરના સર્વશ્રેષ્ઠ 841 રેટિંગ પોઈન્ટ હાસિલ કર્યા જે શોન પોલોકના 2008માં 894 પોઈન્ટ બાદ વનડે બોલરોમાં સૌથી વધુ છે. બુમરાહ ત્રીજા સ્થાને રહેલા કુલદીપ યાદવ કરતા 118 પોઈન્ટ આગળ છે. યાદવના પણ કેરિયરના સર્વશ્રેષ્ઠ 723 રેટિંગ પોઈન્ટ છે. 


WorldT20: 9 નવે.થી મહિલા ટી-20 વિશ્વકપનો પ્રારંભ, જાણો ભારતીય મહિલા ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

ચહલે પોતાના કેરિયરમાં પ્રથમવાર ટોપ-10માં જગ્યા બનાવી, તે ત્રણ સ્થાનના ઉછાળા સાથે આઠમાં સ્થાને પહોંચી ગયો છે. જાડેજાએ 7 વિકેટ ઝડપીને 16 સ્થાનની છલાંગ લગાવી અને પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ 13મી રેકિંગ હાસિલ કરી છે. વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ અને શિમરોન હેટમાયરે બેટ્સમેનોના રેન્કિંગમાં ઘણો સુધાર કર્યો છે. બોપ 22 સ્થાનની છલાંગ સાથે 25માં સ્થાને પહોંચી ગયો છે. 


ભ્રષ્ટાચાર કેસમાં અનુરાગ ઠાકુરને મળી મોટી રાહત, સુપ્રીમે રદ્દ કરી FIR


હેટમાયરે 2016માં આઈસીસી અન્ડર-19 ક્રિકેટ વિશ્વકપમાં વિજેતા વેસ્ટ ઈન્ડિઝ ટીમનું સુકાન સંભાળ્યું હતું. તે 259 રનથી સર્વાધિક રન બનાવનાર ખેલાડી રહ્યો, જેનાથી તે 31 સ્થાનની છલાંગની સાથે 26માં સ્થાન પર પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડ રેન્કિંગમાં નંબર એક ટીમ છે, જ્યારે ભારત બીજા સ્થાને છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડથી પાંચ પોઈન્ટ પાછળ છે જ્યારે ત્રીજા સ્થાને રહેલા ન્યૂઝીલેન્ડ કરતા 9 પોઈન્ટ આગળ છે.