ICC ODI World Cup 2023 Pakistan Schedule All Matches List: ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થતા આઈસીસી વિશ્વકપ-2023નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ રમશે કે નહીં તેને લઈને હજુ લોકોના મનમાં સવાલ છે. પાકિસ્તાને કાર્યક્રમ જાહેર થતાં પહેલા આઈસીસી પાસે વેન્યૂ બદલવાની માંગ કરી હતી, જેને આઈસીસીએ નકારી દીધી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે, જો અમારી સરકાર મંજૂરી આપશે તો અમે વિશ્વકપમાં રમીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પણ રમવાની પાડી હતી ના
પાકિસ્તાન અને ભારત વચ્ચે 15 ઓક્ટોબરે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થવાની છે. પાકિસ્તાને અમદાવાદમાં પણ સુરક્ષાના કારણોનો હવાલો આપી રમવાની ના પાડી હતી. પરંતુ વિશ્વકપના જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે પાકિસ્તાન અને ભારતની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. 


મુંબઈમાં મેચ નહીં રમે પાકિસ્તાન
પાકિસ્તાનની ટીમ માત્ર 5 સ્ટેડિયમમાં પોતાના નવ મુકાબલા રમશે. આઈસીસીએ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે પાકિસ્તાન હૈદરાબાદ, અમદાવાદ, બેંગુલરૂ, ચેન્નઈ અને કોલકત્તામાં પોતાની મેચ રમશે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની ટીમ મુંબઈમાં રમવાની નથી. નોંધનીય છે કે મુંબઈમાં શિવસેનાની ધમકી અને અન્ય કારણોને લીધે છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની ટીમ ત્યાં કોઈ મેચ રમતી નથી. 


આ પણ વાંચોઃ 4 સ્ટાર ખેલાડીઓનું કરિયર ખતરામાં! IPLમાં આચારસંહીતાના ઉલ્લંઘનની ફરિયાદ


વિશ્વકપમાં પાકિસ્તાનનો કાર્યક્રમ
ઑક્ટોબર 6 - ક્વોલિઅર - હૈદરાબાદમાં
ઑક્ટોબર 12 - ક્વોલિઅર - હૈદરાબાદમાં
ઑક્ટોબર 15 - ભારત - અમદાવાદમાં
ઑક્ટોબર 20 - ઑસ્ટ્રેલિયા - બેંગલુરુમાં
23 ઓક્ટોબર – અફઘાનિસ્તાન –ચેન્નાઈમાં
ઑક્ટોબર 27 - દક્ષિણ આફ્રિકા - ચેન્નાઈમાં
ઑક્ટોબર 31 - બાંગ્લાદેશ - કોલકાતામાં
નવેમ્બર 4 - ન્યુઝીલેન્ડ - બેંગલુરુમાં
12 નવેમ્બર - ઈંગ્લેન્ડ - કોલકાતામાં.


જો પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચે તો?
આઈસીસીએ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે વર્લ્ડકપની બે સેમીફાઈનલ મેચ મુંબઈ અને કોલકત્તામાં રમાશે. પ્રથમ સેમીફાઈનલ 15 નવેમ્બરે ગ્રુપ સ્ટેજમાં પ્રથમ અને ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચે મુંબઈમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલ બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે 16 નવેમ્બરે કોલકત્તામાં રમાશે. પરંતુ હવે જો સવાલ થાય છે કે પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તો ક્યા રમશે? જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તો તેનો મુકાબલો મુંબઈની જગ્યાએ કોલકત્તામાં રમાશે. 


જો ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલમાં ટક્કર થાય તો તેવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે મુકાબલો કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાશે. 2011ના વિશ્વકપમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલમાં ટક્કર થઈ હતી ત્યારે આ મેચ મોહાલીમાં રમાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube