નવી દિલ્હીઃ આઈસીસી વનડે વિશ્વકપ 2023ની 44મી મેચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. આ મુકાબલામાં ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચમાં કોઈ બોલ ફેંકાયા વગર પાકિસ્તાન વિશ્વકપ 2023માં સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવવાનું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ વિરુદ્ધ આશરે 287 રન અને ચેઝ કરતા 284 બોલ પહેલા મેચ જીતવાની હતી. એટલે કે ઈંગ્લેન્ડ જે ટાર્ગેટ આપશે તેણે 3 ઓવરની અંદર પૂરો કરવો પડશે, જે અશક્ય છે. તેવામાં વિશ્વકપ 2023ની ટોપ 4 ટીમો હવે મળી ગઈ છે. ભારત સહિત સેમીફાઈનલ માટે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે ક્વોલિફાય કર્યું છે. 


આ પણ વાંચોઃ એક પણ બોલનો સામનો કર્યા વગર પાકિસ્તાનની ગેમ ઓવર? સેમીફાઈનલમાં રમવાનું સપનું તૂટ્યું!


વિશ્વકપ માટે ક્વોલિફાઈ થઈ 4 ટીમો
વિશ્વકપ 2023માં 8માંથી 8 મેચ જીતનારી ભારતીય ટીમે પહેલા જ સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારબાદ બીજી ટીમ આફ્રિકા રહી, જેણે 9માંથી 7 મેચ જીતી છે. તો અફઘાનિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયાએ ટોપ 4 માટે ક્વોલિફાઇ કર્યું છે. પરંતુ તમામ સસ્પેન્સ ચોથા સ્પોટ માટે બનેલી હતી. પરંતુ હવે તે પણ ક્લિયર થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ ખતમ થતાં પહેલા જ ક્વોલિફાઈ થઈ ગઈ છે, કારણ કે પાકિસ્તાન માટે આટલા મોટા માર્જિનથી જીતવુ હવે સંભવ નથી. 2019ના વિશ્વકપમાં પણ પાકિસ્તા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ થયું હતું. કીવી ટીમ સારી નેટ રનરેટના આધારે સેમિફાઇનલમાં પહોંચી ગઈ હતી. 


વિશ્વકપના સેમીફાઈનલનો કાર્યક્રમ
- ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ- 15 નવેમ્બર, મુંબઈ, વાનખેડે સ્ટેડિયમ


બીજી સેમિફાઇનલ- સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા- 16 નવેમ્બર- કોલકત્તા, ઈડન ગાર્ડન્સ


ફાઈનલ- 19 નવેમ્બર, અમદાવાદ- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube