દુબઈઃ વિશ્વભરના પ્રશંસકો સુધી વિશ્વ કપ ક્રિકેટ પહોંચાડવા માટે આઈસીસીએ મંગળવારે પ્રસારણ અને ડિજિટલ વિતરણ યોજનાની જાહેરાત કરી જે મુજબ પ્રથમવાર અફગાનિસ્તાનમાં આ ટૂર્નામેન્ટનું પ્રસારણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોજના હેઠળ આઈસીસી પ્રશંસકો સુધી ક્રિકેટની પહોંચની ખાતરી કરવા માટે ટેલીવિઝન, રેડિયો અને ડિજિટલ માધ્યમો સિવાય સમાચાર, સિનેમા, ફેન પાર્ક અને વિભિન્ન અન્ય મીડિયા ભાગીદારીની જાહેરાત કરી હતી. 


આઈસીસીએ પુરૂષ ક્રિકેટ વિશ્વ કપ 2019નું પ્રસારણ વૈશ્વિક પ્રસારણ ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સ સિવાય અન્ય 25 ભાગીદારો સાથે 200થી વધુ દેસોમાં કરવાની ખાતરી કરી છે. 


ભારતમાં આ ટૂર્નામેન્ટને સાત પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે, જે માટે સ્ટાર સ્પોર્ટ્સે વિશ્વના સર્વશ્રેષ્ઠ કોમેન્ટ્રેટરોની ટીમ બનાવી છે. તેમાં લગભગ 50 કોમેન્ટ્રેટર સામેલ છે. 


સુટ-બૂટ-ટાઇ, દુનિયા જીતવા આ અંદાજમાં રવાના થઈ વિરાટ સેના,  PHOTOS


સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં અંગ્રેજી સિવાય હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બાંગલા અને મરાઠીમાં વિશ્વકપનું પ્રસારણ કરશે. તેમાંથી 12 મેચોનું એશિયાનેટ પ્લસના માધ્યમથી મલયાલમમાં પણ પ્રસારણ કરવામાં આવશે. 


તેવું પ્રથમવાર બનશે કે જ્યારે અફગાનિસ્તાનમાં ક્રિકેટ વિશ્વ કપનું પ્રસારણ થશે. દેશની સરકારી પ્રસારક રેડિયો ટેલીવિઝન અફગાનિસ્તાનમાં તેનું પ્રસારણ કરશે. ભારત અને ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 30 કરોડ દર્શક સ્ટાર સ્પોર્ટ્સના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર વિશ્વકપની મેચો જોઈ શકશે.