નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનું એક ચિત્ર ટ્વીટર પર શેર કર્યું છે. પરંતુ રમતના ઘણા ફેન્સને તે પસંદ આવ્યું નથી. ફેન્સનું કહેવું છે કે, આ વિશ્વકપ છે અને કોઈ એક કેપ્ટનને આ દર્શાવવો યોગ્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીને કિંગ પણ કહેવામાં આવે છે અને આઈસીસીએ આ થીમ પર તેનું એક ચિત્ર પોસ્ટ કર્યું જેમાં તેને એક રાજાની જેમ સિંહાસન પર બેસાડેલો દેખાડવામાં આવ્યો છે. તેના હાથમાં બેટ છે. ફેન્સનું કહેવું છે કે જ્યારે 10 ટીમો વિશ્વકપ માટે રમી રહી છે તો કોઈ એક કેપ્ટનને આ રીતે દર્શાવવો યોગ્ય નથી. 



આ પહેલા ફેન્સે આઈસીસીને ભારતની પ્રથમ મેચ વિશ્વકપ શરૂ થયાના આશરે એક સપ્તાહ બાદ કરાવવા માટે ટ્રોલ કર્યું હતું. ફેન્સનું કહેવું હતું કે, જ્યારે ઘણી ટીમો બે-બે મેચ રમી ચુકી છે ભારતીય પ્રશંસકોને રાહ જોવડાવવી યોગ્ય નથી. 




પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ તેનાથી નાખુશ જણાયા. તેમણે એક અખબારમાં પોતાની કોલમમાં લખ્યું- લગભગ બીસીસીઆઈના આંતરિક મુદ્દાને કારણે અધિકારીઓને શેડ્યૂલ ફાઇનલ થયાં પહેલા જોવાની તક ન મળી, બાકી તેણે તે જરૂર જોયું હોત કે ટૂર્નામેન્ટની એક પ્રબળ દાવેદાર ભારત પોતાની પ્રથમ મેચ ત્યારે રમશે જ્યારે મોટા ભાગની ટીમો પોતાની બે મેચ રમી ચુકી હશે.