દુબઈઃ આઈસીસીએ બુધવારે ટેસ્ટ બેટરોની તાજા રેન્કિંગ જાહેર કરી છે. આઈસીસીના તાજા રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન બેટર માર્નસ લાબુશેન નંબર વન બેટર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને પાછળ છોડીને પ્રથમ સ્થાન હાસિલ કર્યુ છે. માર્નસ લાબુશેનના 912 પોઈન્ટ છે, જે તેના ટેસ્ટ કરિયરના બેસ્ટ પોઈન્ટ છે. જો રૂટ 897 પોઈન્ટ સાથે બીજા સ્થાને ખસી ગયો છે. એશિઝ સિરીઝ પહેલા લાબુશેન ચોથા સ્થાને હતો. બ્રિસ્બેન ટેસ્ટ બાદ તે બીજા સ્થાને આવી ગયો હતો. બ્રિસ્બેનમાં લાબુશેને 74 રન બનાવ્યા હતા. એડિલેડ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 103 અને બીજી ઈનિંગમાં 51 રન બનાવનાર લાબુશેનને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. મહત્વનું છે કે એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 2-0થી આગળ ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના બેટરોની વાત કરીએ તો રોહિત શર્મા 5માં સ્થાને છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી સાતમાં ક્રમે પહોંચી ગયો છે. તેના 756 પોઈન્ટ છે. તેની ઉપર ઓસ્ટ્રેલિયન બેટર ડેવિડ વોર્નર છે. વોર્નરે એડિલેડ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 95 રન બનાવ્યા હતા. એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડે ટોપ-10માં પોતાની જગ્યા બનાવી રાખી છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ નવમાં સ્થાને છે. 


IND vs SA: ટેસ્ટ સિરીઝ પહેલા આફ્રિકાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ફાસ્ટ બોલર થયો બહાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube