આશરે 43 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતે નંબર-1નું સ્થાન ગુમાવ્યો, પાકને પણ લાગ્યો ઝટકો
આઈસીસીના નવા વાર્ષિક રેન્કિંગ અપડેટમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતે નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. તો પાકિસ્તાન ટીમે ટી20માં નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે.
દુબઈઃ ICC Rankings: શુક્રવાર એક મેએ આઈસીસી રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટે ટેસ્ટ, વનડે અને ટી20 રેન્કિંગની તાજા રેન્કિંગ જારી કરી છે, જેમાં ભારત અને પાકિસ્તાન જેવી ટીમને ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ટેસ્ટથી અને પાકિસ્તાન ટીમની ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બાદશાહત છિનવાઇ ગઈ છે. આઈસીસીની ટેસ્ટ અને ટી20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાએ દબદબો બનાવી લીધો છે.
ઓસ્ટ્રેલિયન ટીમે ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં નંબર વનની ખુરશી હાંસિલ કરી લીધી છે, જ્યારે પાછલા વર્ષે વિશ્વકપનું ટાઇટલ જીતનાર ઈંગ્લેન્ડની ટીમ વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ ઓક્ટોબર 2016થી નંબર વન હતી, પરંતુ હવે કાંગારૂ ટીમે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં પોતાનો દબદબો બનાવવાનું શરૂ કરી દીધું છે. આવું જ પાકિસ્તાન ટીમ સાથે થયું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube