નવી દિલ્હીઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના શનિવારે આઈસીસી મહિલા વનડે રેન્કિંમગાં ત્રણ સ્થાનના ફાયદા સાથે નંબર એક ખેલાડી બની ગઈ છે. જેથી તે પુરૂષ ટીમની કેપ્ટન વિરાટ કોહલીની જેમ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. મંધાના ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહી હતી. તેણે પ્રથમ બે વનડેમાં 105 અને 90 રન બનાવ્યા હતા, જેથી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી જીતવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી અને મેગ લેનિંગ ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમની વનડે કેપ્ટન મિતાલી રાજ પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી બોલિંગના રેન્કિંગમાં ચોથા અને જ્યારે સ્પિનર પૂનમ યાદવ અને દીપ્તિ શર્મા ક્રમશઃ આઠમાં અને નવમાં સ્થાન પર છે. દીપ્તિ ઓલરાઉન્ડર ખેલાડીઓના રેન્કિંગમાં પણ ચોથા સ્થાન પર છે. 


પ્રથમ વનડેમાં ફટકારી હતી સદી
મહિલા ટીમે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જીત સાથે શરૂઆત કરી હતી. મિતાલી રાજની આગેવાનીમાં ટીમે ગુરૂવાર (24 જાન્યુઆરી) યજમાન ન્યૂઝીલેન્ડને નવ વિકેટે પરાજય આપ્યો હતો. વિસ્ફોટક બેટિંગ માટે જાણીતી મંધાનાએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 104 બોલ પર 105 રન બનાવ્યા હતા. 


મૈક્લીન પાર્ક મેદાન પર રમાયેલી આ મેચ એક રીતે સ્મૃતિના નામે રહી હતી. તેણે પોતાના વનડે કરિયરની ચોથી સદી ફટકારી બતી. મંધાનાએ પોતાની ઈનિંગમાં 104 બોલ રમ્યા હતા. તેણે નવ ફોર અને 3 સિક્સ ફટકારી હતી.