મેલબોર્નઃ આઈસીસી મેચ રેફરી રંજન મદુગલેએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચની યજમાની કરનાર પર્થ સ્ટેડિયમની પિચને એવરેજ રેટિંગ આપી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 146 રનથી હરાવીને સિરીઝ 1-1થી બરોબર કરવામાં સફળ રહી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર પ્રકાશિત ખબર પ્રમાણે, તે જાણવા મળ્યું છે કે, મેચ રેફરી રંજન મદુગલેએ પર્થના નવા સ્ટેડિયમની પિચને એવરેજ રેટિંગ આપી છે, જે ટેસ્ટ મેદાન માટે સૌથી ઓછા પોઈન્ટની સાથે પાસ કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાં કહેવામાં આવ્યું કે, પર્થ પર આપવામાં આવેલો નિર્ણય સંભવતઃ અસમાન ઉછાળને કારણે આવ્યો છે, જેમાં બે બેટ્સમેનોને ઈજા થઈ હતી. આઈસીસીએ આ વર્ષની શરૂઆતમાં મેદાન અને પિચની ગુણવત્તામાં સુધાર કરવા માટે ખૂબ સારી, સારી, એવરેજ અને એવરેજથી ઓછી અને ખરાબ રેટિંગ આપવાનું શરૂ કર્યું છે. વેબસાઇટમાં દાવો કરવામાં આવ્યો કે, પ્રથમ ટેસ્ટની યજમાની કરનાર એડિલેડ ઓવલની પિચને ખૂબ સારી રેટિંગ મળી છે. 


મેચ રેફરી રંજને આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાયેલી ડ્રો મેચ બાદ પિચને ખરાબ રેટિંગ આપી હતી. આ મેદાન પર છેલ્લા ચાર બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બે ડ્રો રહ્યાં છે. મદુગલે પ્રથમ બે ટેસ્ટમાં રેફરી હતી જ્યારે મેલબોર્ન અને સિડનીમાં રમાનારી આગામી બે મેચોમાં ઝિમ્બાબ્વેના એન્ડી પોયક્રોફ્ટ આ ભૂમિકામાં હશે.