બલિદાન બેજ પર ICCનો BCCIને જવાબ- ધોનીએ કર્યો નિયમનો ભંગ
આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું ધોનીએ નિયમોનો ભંગ કર્યો છે. તે ગ્લવ્સ પર કોઈ ખાનગી મેસેજ લખી શકે નહીં.
દુબઈઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ બલિદાન બેજ ગાળા ગ્લવ્સ પહેરીને ધોનીને રમતા જેણે પણ જોયો તે ધોનીની વાહ-વાહી કરતા પોતાને ન રોકી શક્યા, પરંતુ આ વાત આઈસીસીને ગમી નથી. આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું કે, ધોનીએ નિયમોનો ભંગ કર્યો છે. તે ગ્લવ્સ પર કોઈ ખાનગી મેસેજ ન લખી શકે.
હવે સવાલ થાય છે કે શું ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મેચમાં પોતાના આ ગ્લવ્સનું બલિદાન કરવું પડશે? આઈસીસીના વલણથી એવું લાગે છે. આજે સવારે બીસીસીઆઈએ આઈસીસી પાસે માગ કરી હતી કે ધોનીને બલિદાન બેજ પહેરીને રમવાની મંજૂરી આપવામાં આવે. આ માગ પર આઈસીસીએ ઘસીને કહી દીધું કે ધોની બલિદાન બેસના ગ્લવ્સની સાથે રમી શકશે નહીં.
આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું કે ધોની દ્વારા ગ્લવ્સ પહેરીને મેદાન પર ન ઉતરે. તેની પાછળ આઈસીસીએ જી-1 નિયમની દલીલ આપી છે જે કહે છે કે મેદાન પર કોઈપણ ખેલાડી પોતાના ડ્રેસ પર એવા ચિન્હનો ઉપયોગ ન કરી શકે, જેમાં કોઈ ધાર્મિક, રાજકીય કે નસ્લીય સંદેશ જાવ કે કોઈને ભાવનાને ઠેસ પહોંચે.
બીસીસીઆઈની સીઓએ ચીફ વિનોદ રાયે કહ્યું હતું કે, અમે બીસીસીઆઈ તરફથી આઈસીસીને સૂચના મોકલી છે કે ધોનીના ગ્લવ્સમાં જે ચિન્હ છે તેનો કોઈ વ્યવસાયિક અને ધર્મના સંકેત સાથે કોઈ લેવાદેવા નથી. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે તેને આ મંજૂરી ઝડપથી મળી શકે છે. પરંતુ વિનોદ રાયની આશાથી અલગ આઈસીસીએ તેની મંજૂરી આપવાથી ઇનકાર કરી દીધો છે.