દુબઇ: ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં સુપર ઓવર ટાઇ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના તે નિયમની ખૂબ ટીકા થઇ હતી જેના હેઠળ ઇગ્લેંદને વિજેતા જાહેર કરવામાં આવી હતી. તે મેચમાં નિર્ણય કાઉન્ટી નિયમ ( Boundary Count Rule)ના આધાર પર કરવામાં આવ્યું હતું. સોમવારે આઇસીસીએ આ વિવાદિત બાઉન્ડ્રી કાઉન્ટી નિયમ્ને દૂર કરી દેવામાં આવ્યો છે. હવે મેચમાં સુપર ઓવર ટાઇ થતાં સુપર ઓવર વારંવાર સુપર ઓવર થતી રહેશે જ્યાં સુધી કોઇ એક ટીમના પક્ષમાં નિર્ણય આવતો નથી.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

B'day Special: આ ખેલાડીએ ભારત અને પાકિસ્તાન બંને માટે રમી ટેસ્ટ મેચ


સુપર ઓવર ખતમ ન થવી જોઇએ
આઇસીસીની ક્રિકેટ સમિતિ અને મુખ્ય કાર્યકારી સમિતિ (CEC)એ આ વાત સહમતિ વ્યક્ત કરી છે કે આઇસીસી પ્રતિયોગિતામાં ટાઇ મેચોનો નિર્ણય સુપર ઓવરથી થવો જોઇએ. આઇસીસીએ આ ભલામણબને સ્વિકારી લીધી છે. સીઇસી અને ક્રિકેટ સમિતિ બંનેએ સ્વિકાર્યું કે આઇસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચ ખૂબ રોમાંચક હતી અને સુપર ઓવરની જોગવાઇ વન ડે અને ટી20 બંને વર્લ્ડકપમાં જ થવી જોઇએ.  


આ વર્ષે જુલાઇમાં યોજાયેલી ઇગ્લેંડ અને ન્યૂઝીલેંડ વચ્ચે આઇસીસી વનડે ફાઇનલમાં ઇગ્લેંડના પક્ષમાં મેચનું પરિણામ વધુ બાઉન્ડ્રી કાઉન્ટના આધાર આપવામાં આવ્યું હતું. આ ફાઇનલ ભવિષ્યમાં હંમેશા જ પોતાના રોમાંચક અંત માટે જાણિતો છે. આ પહેલાં ઇન્ટરનેશનલ વનડે મેચોમાં કોઇ બાઉન્ડ્રી કાઉન્ટથી નિર્ણય થયો નથી. ન તો કોઇ મેચ ટાઇ થયા બાદ તેની સુપર ઓવર ટાઇ થઇ હતી. 

ભારતીય મહિલા ક્રિકેટ : દક્ષિણ આફ્રીકા સાથેની ટી 20માં ભારે રસાકસી બાદ જીત


તો શું છે નવો નિયમ
હવે નવા નિયમ અનુસાર આઇસીસીની કોઇપણ પ્રતિયોગિતામાં વનડે અને ટી20 મેચોમાં જો કોઇ લીગ મેચ ટાઇ થાય છે તો પોઇન્ટ બંને ટીમોમાં વહેચી દેવામાં આવશે. પરંતુ સેમીફાઇનલ અને ફાઇનલ મુકાબલાઓમાં આ સ્થિતિ આવતાં સુપર ઓવરથી વિજેતાનો નિર્ણય થશે. જો સુપર ઓવર પણ ટાઇ થાય છે તો ત્યારબાદ સુપર ઓવર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી કોઇ એક ટીમ બીજી ટીમ કરતાં વધુ રન બનાવી લેતી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્લ્ડકપ બાદ બિગ બૈશ લીગે પણ આ પ્રકારના ફેરફાર પોતાની સીઝન માટે કર્યા છે. 

BCCI Elections: અધ્યક્ષ માટે નામ નક્કી થવા પર બોલ્યા ગાંગુલી, આ કામ કરીશું પહેલા


વર્લ્ડકપ બાદ દુનિયાભરમાં બાઉન્ડ્રી કાઉન્ટ નિયમની જોરદાર ટીકા થઇ રહી હતી અને ઇગ્લેંડમાં પણ ઘણા લોકોનું માનવું છે કે તેના કારણે ઇગ્લેંડની જીત ખૂબ ફીકી પડી ગઇ હતી. આ મેચમાં પહેલાં ન્યૂઝિલેંડે ઇગ્લેંડ માટે 242 રનનો ટાર્ગેટ રાખ્યો હતો ત્યારબાદ ઇંગ્લેંડની ટીમ પણ 50 ઓવરમાં 242 રન બનાવી શકી હતી. સુપર ઓવરમાં પણ બંને ટીમ 15-15 રન બનાવી શકી હતી. ત્યારબાદ બાઉન્ડ્રી કાઉન્ટ 26-17થી ઇગ્લેંડના પક્ષમાં આવી અને તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.