નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) માર્ચ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરની શ્રેણીમાં પોતાની જમીન પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ માટે આઈસીસીએ (ICC) તેમને માર્ચ મહિનાના શ્રેષ્ઠ ખેલાડી (Player of the Month) તરીકે પસંદ કર્યા છે. ભુવીએ ઇંગ્લેન્ડ (England) સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં 4.65 ની સરેરાશથી 6 વિકેટ ઝડપી હતી, જ્યારે તેણે પાંચ મેચની ટી-20 (T20) સિરીઝમાં 4 વિકેટ લીધી હતી અને તેની સરેરાશ 6.38 હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુવનેશ્વર કુમારે આઇસીસી દ્વારા જાહેરાત કર્યા બાદ જણાવ્યું છે કે, લાંબા અને દર્દનાક બ્રેક બાદ ભારત માટે ફરી રમીને આનંદ થયો. આ સમયે પોતાની ફિટનેસ અને ટેકનિક પર ઘણું કામ કર્યું. ભારત માટે ફરી વિકેટ ઝડપી સારૂં લાગે છે. તેણે કહ્યું કે, આ સફરમાં શરૂઆતથી મારી સાથે રહેલા તમામ વ્યક્તિઓનનો આભાર માનું છું. મારો પરિવાર, મિત્રો અને સાથી ખેલાડીઓ. આઇસીસી વોટિંગ એકેડમી અને માર્ચ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે મને પસંદ કરવા માટે મત આપનાર તમામ ચાહકોનો ખાસ આભાર.


આ પણ વાંચો:- IPL Points Table 2021: ચાર મેચ બાદ દિલ્હી ટોપ પર, ચેન્નઈ સૌથી છેલ્લે, જાણો અન્ય ટીમોની સ્થિતિ


IPL 2021: સંજૂ સેમસનની સદી પાણીમાં, રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સ 4 રને જીત્યું


ભારત સામે ચાર વનડે મેચમાં એક સદી અને બે અડધી સદી ફટકારીને મહિલાની બેટિંગ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાની લિઝેલ લીએ ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે કહ્યું, 'મને આનંદ છે કે મને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. મારી ટીમનો આભાર કે જેમના વગર તે શક્ય ન હતું. ''આઇસીસી વોટીંગ એકેડેમીના સભ્ય રમીઝ રાજાએ કહ્યું કે આ પીચો પર બેટિંગ કરવું સહેલું નહોતું. ટર્નિંગ પિચ પર ઉછાળવાળી પીચ સાથે ગતિ રાખવી મુશ્કેલ છે, પરંતુ લીએ તે સારું કર્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube