નવી દિલ્હીઃ T20 World Cup 2024 Nasser Hussain Bold prediction : વર્ષ 2023માં ભારતમાં આઈસીસી વનડે વિશ્વકપનું આયોજન થયું હતું. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ સુધી તો શાનદાર રીતે પ્રદર્શન કર્યું, પરંતુ અંતિમ સમયે ઓસ્ટ્રેલિયાએ બાજી મારી હતી. હવે આ વર્ષે 2024માં ટી20 વિશ્વકપનું આયોજન થવાનું છે. અત્યાર સુધી આઈસીસી તરફથી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે જૂનના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે. આ વચ્ચે કઈ ટીમ જીતી શકે છે, તેને લઈને ભવિષ્યવાણીઓ પણ શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેટ્રેટર નાસિર હુસેને સંભાવના વ્યક્ત કરી કે કઈ ટીમ ટી20ની ચેમ્પિયન બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વિશ્વકપ 2024 પહેલા નાસિર હુસેનની ભવિષ્યવાણી
પૂર્વ કેપ્ટન નાસિર હુસેને ન માત્ર ચેમ્પિયન ટીમને લઈને ભવિષ્યવાણી કરી છે, પરંતુ તે પણ જણાવ્યું કે ફાઈનલમાં જનારી બે ટીમ કઈ હોઈ શકે છે અને કયો ખેલાડી એક્સ ફેક્ટર સાબિત થશે. નાસિર હુસેને કોક બિલીવંગ એઝ મેજિક સિરીઝમાં પોતાની વાત રાખતા કહ્યું કે જોસ બટલરની આગેવાનીવાળી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ દરેક સ્થિતિમાં વિશ્વકપને પોતાની પાસે રાખવા ઈચ્છશે. પરંતુ સાઉથ આફ્રિકાએ છેલ્લા કેટલાક સમયમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તેને નજરઅંદાજ કરી શકાય નહીં. નાસિરે કહ્યુ કે તેમણે તે વિશે વધુ વિચાર્યું નથી પરંતુ તે દક્ષિણ આફ્રિકાની સાથે જવા ઈચ્છશે, તે આ વર્ષે રમાનાર વિશ્વકપની ચેમ્પિયન ટીમ બની શકે છે. 


આ પણ વાંચોઃ કેપટાઉનમાં અત્યાર સુધી આ ચાર ભારતીયો જ ફટકારી શક્યા છે ટેસ્ટ સદી


ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ
નાસિર હુસેને કહ્યુ કે વર્તમાન ચેમ્પિયન ભલે ઈંગ્લેન્ડ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટીમ સારૂ પ્રદર્શન કરી રહી નથી. આ વર્ષે વિશ્વકપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી કેટલીક મેચોમાં કમાલનું પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાન પણ સારી ટીમ નજર આવી રહી છે. તેનાથી સ્પષ્ટ રીતે કહી શકાય કે ફાઈનલ મુકાબલો ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.


આ પણ વાંચોઃ એવું તે કયું રહસ્ય રાહુલે છૂપાવ્યું કે તેણે કહેવું પડ્યું....'આથિયા મને મારી નાખશે


સૂર્યકુમાર યાદવ પર રહેશે ટી20 વિશ્વકપ 2024માં નજર
નાસિર હુસેને કહ્યુ કે સાઉથ આફ્રિકાએ સારી રમત રમી છે. પાછલા વર્ષે શરૂ થયેલી સાઉથ આફ્રિકાની પોતાની ટી20 લીગ એસએ20 થી ઘણા નવા ખેલાડીઓને તક મળી અને તેણે સારૂ પ્રદર્શન કર્યું છે. તેનો ફાયદો આફ્રિકાને મળી શકે છે. તેણે કહ્યું કે સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે ઈજાગ્રસ્ત છે અને જો તે વિશ્વકપ પહેલા ફિટ થઈ જશે તો ટીમને વધુ મજબૂતી મળશે. તેણે ભવિષ્યવાણી કરી કે સાઉથ આફ્રિકાની પાસે એવા ઘણા ખેલાડી છે જે વિશ્વકપમાં કમાલનું પ્રદર્શન કરી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની શકે છે. પરંતુ સાથે તેનું કહેવું છે કે જે ખેલાડી પર સૌથી વધુ નજર રહેશે તે ભારતનો સૂર્યકુમાર યાદવ છે. તેમણે કહ્યું કે સૂર્યકુમાર યાદવ ભલે અત્યાર સુધી 50 ઓવર ક્રિકેટને ક્રેક ન કરી શક્યો પરંતુ ટી20માં તે કમાલનો છે. ટી20માં તેને ખ્યાલ છે કે ક્યારે કઈ રીતે રમવાનું છે. તે પણ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો દાવેદાર હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube