દુબઈઃ ભારતના વિકેટકીપર બેટર ઈશાન કિશનને આઈસીસીના લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં ફાયદો થયો છે. ઈશાન કિશન 10 સ્થાનની છલાંગ લગાવી 23માં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે શ્રીલંકા વિરુદ્ધ વર્ષની પહેલી મેચમાં 23 બોલ  પર 41 રન ફટકારનાર દીપક હુડ્ડા પણ ટોપ 100માં સામેલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુડ્ડાએ 40 સ્થાનની છલાંગ લગાવી 97માં સ્થાન હાસિલ કરી લીધુ છે. ઈશાને પહેલી ટી20 મેચમાં 37 રન ફટકાર્યા હતા. પાછલા વર્ષે નવેમ્બરમાં નંબર વન બેટર સૂર્યકુમાર યાદવ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં નિષ્ફળ રહ્યો હતો. છતાં તે પોતાનું રેન્કિંગ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. સૂર્યાએ વાનખેડેમાં માત્ર 7 રન બનાવ્યા હતા. સૂર્યા સિવાય ટોપ 10માં ભારતનો કોઈપણ બેટર નથી. 


ટી20 ટીમનો નવો કેપ્ટન હાર્દિક પંડ્યાના રેન્કિંગમાં સુધાર થયો છે. તે હવે બોલરોના રેન્કિંગમાં 76માં સ્થાને પહોંચી ગયો છે. 


આ પણ વાંચોઃ ભારત માટે આ 5 બોલરોએ ફેંક્યો સૌથી ઝડપી બોલ, આ બોલરે ટોપ પર 155ની સ્પીડથી ફેંક્યો બોલ


શ્રીલંકાની દ્રષ્ટિથી જોઈએ તો વાનિંદુ હસરંગા બોલરોના રેન્કિંગમાં ટોપ પર છે. તેણે ભારત સામેની પ્રથમ ટી20 મેચમાં 22 રન આપી એક વિકેટ ઝડપી હતી. તેણે બેટિંગમાં પણ 21 રન બનાવ્યા હતા, જેનાથી તે ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સ્થાને પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. બોલરોમાં ભારતનો કોઈ બોલર ટોપ 10માં નથી. 


અત્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે, જેમાં બે મેચ બાકી છે. તેવામાં ભારતીય બેટરો અને બોલરો પાસે રેન્કિંગમાં સુધાર કરવાની તક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube