ICC T20 Ranking: ઇશાન કિશન શ્રેષ્ઠ T20 રેન્કિંગે પહોંચ્યો, દિનેશ કાર્તિકે લગાવ્યો 108 સ્થાનનો `વાનર જમ્પ`
ભારતીય ઓપનર ઈશાને પાંચ મેચની T20I શ્રેણીમાં 41.20ની શાનદાર સરેરાશથી સૌથી વધુ 206 રન બનાવ્યા. આનાથી ઈશાનને ટી20 રેન્કિંગમાં ફાયદો થયો છે. ગત અઠવાડિયે ઇશાને ICC T20 રેન્કિંગમાં 68 સ્થાનની છલાંગ લગાવી હતી. ઈશાને આ જમ્પ સાથે ટોપ-10માં જગ્યા બનાવી લીધી હતી.
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ખેલાડીઓની T20 રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર ઈશાન કિશને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. ઈશાન એક ક્રમની છલાંગ લગાવીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે.
જ્યારે, વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે 108 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. તે હવે 87માં નંબરે પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે T20 બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-10માં માત્ર એક ભારતીય છે. તે ઈશાન કિશન છે. T20 બેટ્સમેનોની રેન્કિંગમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ નંબર વન અને પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન બીજા નંબર પર છે.
ગત અઠવાડિયે ઈશાને લગાવી હતી 68 સ્થાનની છલાંગ
ભારતીય ઓપનર ઈશાને પાંચ મેચની T20I શ્રેણીમાં 41.20ની શાનદાર સરેરાશથી સૌથી વધુ 206 રન બનાવ્યા. આનાથી ઈશાનને ટી20 રેન્કિંગમાં ફાયદો થયો છે. ગત અઠવાડિયે ઇશાને ICC T20 રેન્કિંગમાં 68 સ્થાનની છલાંગ લગાવી હતી. ઈશાને આ જમ્પ સાથે ટોપ-10માં જગ્યા બનાવી લીધી હતી.
દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં શાનદાર પ્રદર્શન
ઈશાને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે પાંચ T20 મેચોની શ્રેણી રમી હતી, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈશાને આ શ્રેણીમાં બે અર્ધસદી ફટકારી હતી. તેણે શ્રેણીની પ્રથમ T20માં 76 રન બનાવ્યા હતા જ્યારે ત્રીજી મેચમાં 54 રન બનાવ્યા હતા.
બોલરો અને ઓલરાઉન્ડરોમાં પણ કોઈ ભારતીય નહી
જ્યારે, ટી20 ફોર્મેટના બોલિંગ અને ઓલરાઉન્ડરની રેન્કિંગમાં કોઈ પણ ભારતીય ટોપ-10માં નથી. બોલરોમાં ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ ટોપ પર છે. જ્યારે ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી નંબર-1 પર યથાવત છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી20 સીરીઝની શરૂઆત પહેલા ઈશાન કિશન ટી20 રેન્કિંગમાં 75માં નંબર પર હતો. પરંતુ શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને 68 સ્થાનની છલાંગ લગાવીને સાતમા નંબરે પહોંચી ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube