નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટી20 વિશ્વકપની તારીખોની જાહેરાત કરી દીધી છે અને સાથે ક્યા ગ્રુપમાં કઈ ટીમ હશે, તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ટી20 વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ હજુ સામે આવ્યો નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ રાઉન્ડનો મુકાબલો હશે, તે નક્કી છે. ભારત અને પાકિસ્તાન સાથે ગ્રુપ-2 માં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ આ મહામુકાબલાની રાહ જોઈ રહ્યાં છે. હવે તેની તારીખ પણ સામે આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર 24 ઓક્ટોબરે થવાની છે. 


આ પણ વાંચોઃ Tokyo Olympics: ક્રિકેટ બાદ હવે ઓલિમ્પિકમાં ભારત-પાકની ટક્કર, ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ અને અશરદ નદીમ


આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ એએનઆઈને તેની પુષ્ટિ કરતા કહ્યું- હાં, આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. પાછલા મહિને આઈસીસીએ મેન્સ ટી20 વિશ્વકપ 2021 માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ટી20 વિશ્વકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બરે વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનું આયોજન યુનાઇટેડ અરબ અમીરાત અને ઓમાનમાં થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube