પાકિસ્તાનની ટીમ પતાની પહેલી બંને મોચ હારી ગઈ. જેના કારણે હવે તેમની સુપર 8માં પહોંચવાની આશાઓ ધૂંધળી બની રહી છે. પાકિસ્તાનની આશા આમ તો જીવંત હતી પરંતુ તે બીજી ટીમો પર નિર્ભર રહીને પહોંચી શકે તેમ હતું. હવે જ્યારે બીજી ટીમ પર નિર્ભર રહેવાની વાત જ પાકિસ્તાન માટે કાળ બની રહી છે. પાકિસ્તાન પોતાની છેલ્લી મેચ આયરેલન્ડ સામે રમવાનું છે. જ્યારે અમેરિકાની ટીમ પણ આયરલેન્ડ સામે જ મેચ રમશે. આ બંને મેચ અમેરિકાના લોડરહિલમાં રમાશે. જ્યાંનું હવામાન હાલ પાકિસ્તાનના પક્ષમાં નથી. પાકિસ્તાનના ફેન્સ દુઓએ કરી રહ્યા હશે કે તેમની આયરલેન્ડ સામેની મેચ રમાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપનું તૂટી શકે
14મીના રોજ અમેરિકા અને આયરલેન્ડની જે મેચ રમાવવાની છે તે પાકિસ્તાન માટે ખુબ મહત્વની બનેલી છે. જો આ મેચ વરસાદના કારણે રદ થઈ જાય તો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. અત્રે જણાવવાનું કે હાલ પાકિસ્તાન 3 મેચ રમ્યુ છે જેમાંથી બે હાર્યું છે અને 2 પોઈન્ટ ધરાવે છે. જ્યારે અમેરિકાના 3 મેચમાં 4 પોઈન્ટ છે. અમેરિકા પાસે પાંચ કે છ પોઈન્ટ મેળવવાનો ચાન્સ છે. 


મેચનું સમીકરણ
જો અમેરિકાની આયરલેન્ડ સામેની મેચ ધોવાઈ જાય તો પણ તેને એક પોઈન્ટ તો મળશે અને તે 5 પાંચ પોઈન્ટ સાથે સુપર 8માં પ્રવેશી શકે. આ ઉપરાંત આયરલેન્ડને હરાવે તો તેને 6 પોઈન્ટ મળે તો આગામી રાઉન્ડમાં પહોંચી જાય. આ બંને સમીકરણો જોઈએ તો પાકિસ્તાન સુપર 8માંથી બહાર થાય તેવી શક્યતા છે. અત્રે જણાવવાનું કે ફ્લોરિડામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો ચે. ગુરુવાર સુધીમાં તો 20 ઈંચ વરસાદ ખાબકી ગયો. પુરની સ્થિતિ છે. આવી સ્થિતિમાં 14મી જૂનની મેચ રદ થાય તેવી શક્યતા છે. વેધર રિપોર્ટમાં પણ સમગ્ર વિસ્તારમાં ફ્લડ એલર્ટ છે. શુક્રવાર સવારથી સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી 70 ટકા શક્યતા છે. 


કઈ કઈ છે મેચ
14મી જૂને અમેરિકા અને આયરલેન્ડ વચ્ચે મેચ રમાનાર છે. જ્યારે 15મી જૂને ભારત અને કેનેડા વચ્ચે મેચ રમાશે. ત્યારબાદ 16 જૂને લીગ મુકાબલામાં પાકિસ્તાન અને આયરલેન્ડ વચ્ચે મેચ રમાવવાની છે.