નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2020 આઈસીસી T-20 વિશ્વકપ (મહિલા-પુરૂષ)ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ વિશ્વકપની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે. ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાના 7 શહેરોમાં આ મેચોનું આયોજન થશે. આઈસીસી અનુસાર, 18 ઓક્ટોબરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે અને 15 નવેમ્બરે મેલબોર્નમાં ફાઇનલ મેચ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા T-20 વિશ્વકપનો ફાઇનલ મેચ પણ મેલબોર્નમાં રમાશે. પરંતુ મહિલા ટી20 વિશ્વકપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે રમાશે અને ફાઇનલ મેચ 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ પર યોજાશે. આ પ્રથમવાર થશે જ્યારે મહિલા અને પુરૂષ ટી20 વિશ્વકપ અલગ-અલગ યોજાશે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટનું આયોજન એક સાથે થતું હતું. 


મહિલા T-20 વિશ્વકપના સેમીફાઇનલ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર અલગ-અલગ દિવસે રમાશે, જ્યારે પુરૂષ T-20 વિશ્વકપની સેમીફાઇનલ મેચનું આયોજન સિડની અને એડિલેડ ઓવલમાં થશે. ઉલ્લેખનીય છે કે 2015નો વિશ્વકપ પણ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને ઘણો સફળ રહ્યો હતો. ત્યારે પણ ફાઇનલ મેચ મેલબોર્નમાં રમાઈ હતી અને તેને જોવા માટે રેકોર્ડ સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. આઈસીસીને આશા છે કે આ વખતે દર્શકોનો સ્ટેડિયમમાં પહોંચવાનો નવો રેકોર્ડ બનશે. 




ટૂર્નામેન્ટ વિશે ખાસ વાતો..
- 7 શહેર
- 7 સ્થશ
- 16 ટીમો
- 45 મેચ
- ક્યારથી ક્યાં સુધીઃ 18 ઓક્ટોબર-15 નવેમ્બર 2020


ક્યાં-ક્યાં રમાશે મેચ
ટી20 વિશ્વકપના મુકાબલા ઓસ્ટ્રેલિયાના 7 શહેરોના 7 સ્ટેડિયમોમાં રમાશે. તેમાં પર્થ, એડિલેડ, મેલબોર્ન, હોબાર્ટ, સિડની, બ્રિસ્બેન અને ગીલોન્ચ સામેલ છે. 



ક્યા ગ્રુપમાં કઈ ટીમ (ક્વોલિફાઇ)
ગ્રુપ-એઃ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ
ગ્રુપ-બીઃ ભારત, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, અફગાનિસ્તાન


ભારતના મેચોનો કાર્યક્રમ
ભારતીય પુરૂષ ટીમની મેચ
24 ઓક્ટોબરઃ ભારત vs સાઉથ આફ્રિકા, પર્થ
29 ઓક્ટોબરઃ ભારત vs ક્વોલિફાયર-1, મેલબોર્ન
1 નવેમ્બરઃ ભારત vs ઈંગ્લેન્ડ, મેલબોર્ન
5 નવેમ્બરઃ ભારત vs ક્વોલિફાયર-2, એડિલેડ
8 નવેમ્બરઃ ભારત vs અફઘાનિસ્તાન, સિડની


ભારતીય મહિલા ટીમની મેચ
21 ફેબ્રુઆરીઃ ભારત vs ઓસ્ટ્રેલિયા, સ્પોટલેસ
24 ફેબ્રુઆરીઃ ભારત vs ક્વોલિફાયર-1, વાકા સ્ટેડિયમ પર્થ
27 ફેબ્રુઆરીઃ vs ન્યૂઝીલેન્ડ, જંક્શન ઓવલ મેલબોર્ન
29 ફેબ્રુઆરીઃ ભારત vs શ્રીલંકા, જંક્શન ઓવલ મેલબોક્ન