2021 T20 World Cup: ક્રિકેટના મેદાન પર ફરી એકવાર આમને-સામને હશે IND VS PAK
આ પહેલાં છેલ્લે ભારત અને પાક્સિતાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારથી ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પાકિસ્તાન અત્યાર સુધી વનડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરૂદ્ધ જીતી શક્યું નથી.
નવી દિલ્હી: 2021 T20 World Cup: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 17 ઓક્ટોબરથી શરૂ થનાર 2021 ટી20 વર્લ્ડકપ માટે ગ્રુપની જાહેરાત કરી દીધી છે. આઇસીસીએ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખ્યા છે. એવામાં બે વર્ષ બાદ ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આમને-સામને હશે.
આઇસીસી (ICC) એ ભારત અને પાકિસ્તાન બંનેને એક જ ગ્રુપમાં 2 માં રાખ્યા છે. આ ઉપરાંત આ ગ્રુપમાં ન્યૂઝિલેંડ, અફઘાનિસ્તાન અને બે ક્વાલિયાર ટીમો હશે. તમને જણાવી દઇએ કે 2021 ટી20 વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં રમાશે.
Tea બનાવતી વખતે મોટાભાગે લોકો કરે છે આ ભૂલ? ચામાં દૂધ, ચા પત્તી અને ખાંડ નાખવાનો આ છે સાચો સમય
આ પહેલાં છેલ્લે ભારત અને પાક્સિતાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારથી ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પાકિસ્તાન અત્યાર સુધી વનડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરૂદ્ધ જીતી શક્યું નથી.
ગત ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. જોકે તે સમયે ગ્રુપમાં બીમાં આ બંને ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેંડ અને બાંગ્લાદેશ પણ હતી. ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સની મોટી સંખ્યાને જોતાં આઇસીસીએ ફરી એકવાર બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube