દુબઈઃ બાબર આઝમ (68*) અને મોહમ્મદ રિઝવાન (79*) ની દમદાર બેટિંગની મદદથી પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12 મુકાબલામાં ભારતને 10 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. આ સાથે પાકિસ્તાનની ટીમ વિશ્વકપના ઈતિહાસમાં ભારતને પ્રથમવાર હરાવવામાં સફળ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 18 ઓવરમાં વિના વિકેટે 152 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબરની અડધી સદી
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે દમદાર પ્રદર્શન કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. બાબરે 40 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. આ સાથે 13 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 101 રન થઈ ગયો છે. 


પાવરપ્લે પાકિસ્તાનના નામે
પાકિસ્તાને પ્રથમ છ ઓવર પોતાના નામે કરી છે. પાવરપ્લેમાં વિના વિકેટે 43 રન બનાવી લીધા છે. બાબર આઝમ 17 અને રિઝવાન 25 રન બનાવી ક્રીઝ પર છે. 


ભારતે બનાવ્યા 151 રન
ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી 57 રન ફટાકાર્યા હતા. તો રિષભ પંતે 39 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ ત્રણ અને હસન અલીએ બે વિકેટ ઝડપી હતી.

હાર્દિક પંડ્યા 11 રનમાં આઉટ
હાર્દિક પંડ્યા માત્ર 11 રન બનાવી હારિસ રાઉફનો શિકાર બન્યો હતો. હાર્દિકે 8 બોલનો સામનો કરતા બે ચોગ્ગા ફટકાર્યા હતા. 


શાહીન આફ્રિદીને મળી ત્રીજી સફળતા
કેપ્ટન વિરાટ કોહલી 49 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સ સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા શાહીન આફ્રિદીને મળી હતી. 

જાડેજા આઉટ
રવિન્દ્ર જાડેજા 13 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો હતો. 


વિરાટ કોહલીની અડધી સદી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક છેડો સાવચી રાખતા 45 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 


ભારતના 100 રન પૂરા
ભારતે 15 ઓવરમાં પોતાના 100 રન પૂરા કરી લીધા છે. હવે ભારતની નજર 150ના સ્કોર પર છે. છેલ્લી પાંચ ઓવરમાં ટીમે આક્રમક શોટ્સ ફટકારવા પડશે. 

પંત આઉટ, શાદાબને મળી સફળતા
ભારતે 84 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી છે. રિષભ પંત 30 બોલમાં બે સિક્સ અને બે ફોર સાથે 39 રન બનાવી આઉટ થયો છે. આ સફળતા શાદાબ ખાનને મળી છે. 


કોહલી-પંચ વચ્ચે 50 રનની ભાગીદારી
31 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને રિષભ પંતે ઈનિંગ સંભાળી હતી. બંનેએ 38 બોલમાં 50 રનની ભાગીદારી પૂરી કરી હતી. 


ભારતની અડધી ઈનિંગ પૂરી
પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતે 10 ઓવરમાં 3 વિકેટે 60 રન કર્યા છે. ભારતે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સૂર્યકુમારની વિકેટ ગુમાવી છે. કેપ્ટન કોહલી અને રિષભ પંત મેદાનમાં છે. 


9 ઓવરમાં ભારતના 50 રન પૂરા
ભારતીય ટીમે 9 ઓવરમાં પોતાનો સ્કોર 50ને પાર કરી લીધો છે. વિરાટ કોહલી 24 અને પંત 13 રન બનાવી ક્રીઝ પર છે. 


પાવરપ્લે પાકિસ્તાનના નામે
ભારતે પ્રથમ છ ઓવરમાં ત્રણ વિકેટે 36 રન બનાવ્યા છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ આઉટ થયા છે. રિષભ પંત અને વિરાટ કોહલી ક્રીઝ પર છે.


કેએલ રાહુલ બોલ્ડ
શાહીન શાહ આફ્રિદીએ ત્રીજી ઓવરમાં ભારતને મોટો ઝટકો આપ્યો છે. રોહિત શર્મા બાદ આફ્રિદીએ કેએલ રાહુલને બોલ્ડ કર્યો છે.


રોહિત શર્મા આઉટ
ભારતને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા શૂન્ય રન બનાવી શાહીન આફ્રિદીનો શિકાર બન્યો છે.


ભારતની ઈનિંગ શરૂ
ભારતીય ટીમની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને કેએલ રાહુલે ઈનિંગની શરૂઆત કરી છે. 


પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાનઃ
બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હારિસ રાઉફ, શાહીન આફ્રિદી. 


ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ. 


પાકિસ્તાને ટોસ જીત્યો
પાકિસ્તાને ભારત સામે મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 


બંને ટીમ સ્ટેડિયમ પહોંચી
પાકિસ્તાન સામે મહત્વની મેચ માટે ભારતીય ટીમ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. બંને ટીમ મેચ પહેલા તૈયારી કરી રહી છે.


ફેન્સમાં અનેરો ઉત્સાહ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube