દુબઈઃ T20 World Cup: ટી20 વિશ્વકપમાં સતત બીજી હાર બાદ ટીમ ઈન્ડિયાનું સેમીફાઇનલમાં પહોંચવું લગભગ મુશ્કેલ થઈ ગયું છે. આવું એટલા માટે કારણ કે ગ્રુપ સ્ટેજના અડધા મુકાબલા થઈ ગયા છે અને હવે જે પરિસ્થિતિઓ બની રહી છે, તે ભારતના પક્ષમાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રુપમાંથી 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. તેમાં પાકિસ્તાનનું સ્થાન લગભગ નક્કી છે. પાકિસ્તાન ગ્રુપ-2ની બધી મોટી ટીમ (ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન) ને હરાવી ચુક્યા છે. 2 નાની ટીમ (સ્કોટલેન્ડ, નામીબિયા) થી તેના મુકાબલા બાકી છે અને આ મુકાબલામાં તેની જીત નક્કી માનવામાં આવી રહી છે. તેવામાં ગ્રુપથી સેમીફાઇનલમાં જનારી બીજી ટીમ પર સસ્પેન્સ બનેલું છે. 


પ્રથમ નામ અફઘાનિસ્તાનનું છે. અફઘાનિસ્તાન 2 મુકાબલા જીતીને ગ્રુપમાં બીજા સ્થાન પર છે. પાકિસ્તાનથી તેને હાર મળી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ અને ભારત સામે મેચ બાકી છે. બીજી ટીમ ન્યૂઝીલેન્ડ છે, જેણે રવિવારે રાત્રે મહત્વની મેચમાં ભારતને હરાવીને સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ત્રીજી ટીમ ભારત છે, જેણે સેમીફાઇનલમાં પહોંચવા માટે બાકી મેચોમાં સારા પ્રદર્શનની સાથે-સાથે ભાગ્યનો સાથ પણ જરૂરી બનશે. 


આ પણ વાંચોઃ IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય, આ રહ્યાં હારના 5 કારણ


આ છે ભારતનો સેમીફાઇનલમાં પહોંચવાનો રસ્તો
પ્રથમ રસ્તોઃ ભારત, અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવે અને પછી અફઘાનિસ્તાન પોતાના આગામી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવે. પરંતુ જીતનું અંતર ઓછુ રહે જેથી અફઘાનિસ્તાનની નેટ રનરેટ વધુ ન રહે. અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ અને નામીબિયા વિરુદ્ધ મોટી જીત હાસિલ કરી હતી. તેવામાં તેની રનરેટ ઓછી કરવા માટે ભારતે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 ઈતિહાસની સૌથી મોટી જીત હાસિલ કરવી પડશે. 


બીજો રસ્તોઃ ન્યૂઝીલેન્ડ પોતાનો આગામી મુકાબલો નામીબિયા કે સ્કોટલેન્ડમાં કોઈ એક ટીમ સામે હારી જાય. આ અપસેડ અશક્ય છે પરંતુ ક્રિકેટમાં કોઈપણ વસ્તુ સંભવ છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ અને ભારત જો અફઘાનિસ્તાનને હરાવી દે તો ભારતની સેમીફાઇનલમાં જગ્યા પાક્કી છે. હાં, ભારતે પોતાના બંને છેલ્લા મુકાબલા મોટા અંતરથી જીતવા પડશે. આ સ્થિતિમાં અફઘાનિસ્તાનના 4 પોઈન્ટ અને ભારત તથા ન્યૂઝીલેન્ડના 6-6 પોઈન્ટ થશે. તેવામાં નેટ રનરેટથી રસ્તો નિકળશે. ભારતની નેટ રનરેટ સારી રહી તો તે સેમીફાઇનલમાં પહોંચી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube