નવી દિલ્હી: ICC T20 World Cup નું આયોજન આ વર્ષે ભારતમાં થવાનું હતું. પરંતુ કોરોના વાયરસના વધતા જતા કેસને જોતાં હવે આ ટૂર્નામેંટ યૂએઇમાં આયોજિત કરવામાં આવશે. હવે આ મોટી ટૂર્નામેંટ કઇ તારીખથી આયોજિત કરવામાં આવશે એ વાત પણ સ્પષ્ટ થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખથી શરૂ થશે ટી-20 વર્લ્ડકપ
ANI ના અનુસાર ICC T20 World Cup નું આયોજન 17 ઓક્ટોબરથી યૂએઇમાં હશે. આ ટૂર્નામેંટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટૂર્નામેંટનો ફાઇનલ મુકાબલો 16 નવેમ્બરે રમાશે. જોકે બીસીસીઆઇએ સત્તાવાર રીતે તેનો ખુલાસો કર્યો નથી. જોકે આ ટૂર્નામેંટ આઇપીએલ ફાઇનલાના થોડા દિવસો બાદ શરૂ થશે. આઇપીએલની ફાઇનલ 15 ઓક્ટોબરના રોજ યોજાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.  

New Zealand ની વેબસાઇટે Virat Kohli સાથે કરી આ હરકત, જીતના જશ્નમાં તમામ હદો પાર


આ રીતે હશે ટૂર્નામેંટનું શિડ્યૂલ
પહેલાં રાઉન્ડમાં 8 ટીમો વચ્ચે 12 મેચ હશે. તેમાંથી ચાર (દરેક ગ્રુપમાં ટોપ 2) સુપર 12 માટે ક્વોલિફાઇ કરશે. આઠમાંથી 4 ટીમ (બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેંડ, નેધરલેંડ,અ સ્કોટલેંડૅ, નામીબિયા,ઓમાન, પાપુઆ ન્યૂ ગિની) ટોપ આઠ રેકિંગવાળી ટી 20 ટીમાં સામેલ થઇને સુપર 12 માં પહોંચશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube