નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં દમદાર બેટિંગ કરી હતી. હવે આઈસીસી ટી20 રેન્કિંગમાં કોહલીને ફાયદો થયો છે. આઈસીસીએ જાહેર કરેલા તાજા રેન્કિંગમાં કોહલી એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. પાંચ મેચોની સિરીઝ દરમિયાન વિરાટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે સિરીઝમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે આઈસીસીએ ટી20 બેટ્સમેનોની તાજા રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન એક સ્થાનના સુધાર સાથે ટોપ-4માં આવી ગયો છે. તો સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનાર કેએલ રાહુલને રેન્કિંગમાં નુકસાન થયું છે. 


વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝમાં 115ની એવરેજથી કુલ 231 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી ફટકારી અને તેનો બેસ્ટ સ્કોર 80 રન રહ્યો. તો ટી20 સિરીઝમાં રાહુલ એક વખત બે આંકડાના સ્કોરમાં પહોંચી શક્યો હતો. 


આ પણ વાંચોઃ કેવી રીતે થઈ હતી વન-ડે ક્રિકેટની શરૂઆત? જાણો વરસાદ અને વન-ડે ક્રિકેટ વચ્ચે શું છે મોટું કનેક્શન


આઈસીસીના તાજા રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન 892 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તો બીજા સ્થાને 830 પોઈન્ટ સાથે આરોન ફિન્ચ છે, બાબર આઝમ (801) ત્રીજા સ્થાને છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (762) ચોથા અને રાહુલ (743) પાંચમાં સ્થાને છે. 


જુઓ આઈસીસી ટી20 રેન્કિંગમાં ટોપ-10 બોલર અને બેટ્સમેન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube