ICC Test Championship: કોહલી સેનાનો દબદબો, પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન કર્યું મજબૂત
ભારતીય ટીમે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતે અત્યાર સુધી બે સિરીઝ રમી છે અને તેણે દરેક મેચ જીતી છે. જુઓ કઈ ટીમ ક્યા સ્થાન પર છે.
નવી દિલ્હીઃ ભારતના શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શનના મદ પર મંગળવારે અહીં દક્ષિણ આફ્રિકાના ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ઈનિંગ અને 202 રનથી હરાવીનેસ સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. ભારતને આ જીતથી 40 પોઈન્ટ મળ્યા અને તેણે ટોપ પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 11મી ટેસ્ટ સિરીઝ જીતી છે. ભારતીય ટીમે આ સાથે પ્રથમવાર કોઈ ટેસ્ટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાનો વ્હાઇટ વોશ કર્યો છે.
દરેક ટીમ છ સિરીઝ રમશે. દરેક સિરીઝમાં કુલ 120 પોઈન્ટ હશે જે સિરીઝમાં મેચોની સંખ્યાના આધારે વહેંચવામાં આવશે. ઉદાહરણ માટે બે મેચોની સિરીઝમાં દરેક મેચ માટે 60 પોઈન્ટ મળશે તો ત્રણ મેચોની સિરીઝમાં દરેક મેચ માટે 40 પોઈન્ટ મળશે. મેચ ટાઈ થવા પર બરાબર પોઈન્ટ વહેંચવામાં આવશે તો ડ્રોમાં બંન્ને ટીમોને 1/3 પોઈન્ટ મળશે.
ટીમ | મેચ | જીત | હાર | ટાઈ | ડ્રો | રદ્દ | પોઈન્ટ |
ભારત | 5 | 5 | 0 | 0 | 0 | 0 | 240 |
ન્યૂઝીલેન્ડ | 2 | 1 | 1 | 0 | 0 | 0 | 60 |
શ્રીલંકા | 2 | 1 | 1 | 0 | 0 | 0 | 60 |
ઓસ્ટ્રેલિયા | 5 | 2 | 2 | 0 | 1 | 0 | 56 |
ઈંગ્લેન્ડ | 5 | 2 | 2 | 0 | 1 | 0 | 56 |
વેસ્ટઈન્ડિઝ | 2 | 0 | 2 | 0 | 0 | 0 | 0 |
દક્ષિણ આફ્રિકા | 3 | 0 | 3 | 0 | 0 | 0 | 0 |
બાંગ્લાદેશ | 0 | 0 | 0 | 0 | 0 | 0 | - |
પાકિસ્તાન | 0 | 0 | 0 | - | - | 0 | - |
સિરીઝમાં મેચ (2) - જીત / ટાઇ / ડ્રો - 60/30/20
સિરીઝમાં મેચ (3) - જીત / ટાઇ / ડ્રો - 40/20/13
સિરીઝમાં મેચ (4) - જીત / ટાઇ / ડ્રો - 30/15/10
સિરીઝમાં મેચ (5) - જીત / ટાઇ / ડ્રો - 24/12/8
2019 ની સૌથી સફળ ટીમ બની 'વિરાટ બ્રિગેડ, બનાવ્યો સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ
જો બે ટીમો પોઈન્ટમાં બરાબર રહે છે તો જે ટીમે સૌથી વધુ સિરીઝ જીતી હશે તેને ઉપરના રેન્કમાં ગણવામાં આવશે. જો ત્યારબાદ પણ ટીમો બરાબરી પર રહી તો સારી રનરેટ વાળી ટીમને આગળ માનવામાં આવશે. રન પ્રતિ વિકેટની એવરેજ દરેક વિકેટ ગુમાવીને બનાવવામાં આવેલા રનના આધાર પર નક્કી થશે.