નવી દિલ્હીઃ એશિઝ સિરીઝની સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ ગઈ છે. તમામ કેપ્ટનોનું માનવું છે કે તેનાથી ટેસ્ટ ક્રિકેટને એક નવો મુકામ મળશે. ભારતીય ટીમ પણ ગુરૂવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિઝન જૂન 2021 સુધી ચાલશે. આ ચેમ્પિયનશિપની ફાઇનલ લોર્ડ્સમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને ખુબ ઉત્સાહિત છે. કોહલીએ કહ્યું કે, હાલના વર્ષોમાં પરંપરાગત ફોર્મેટમાં હરિફાઇ 'ડબલ' થઈ ગઈ છે. 


કેમ મળશે પોઈટ્સ
દરેક સિરીઝમાં કુલ 120 પોઈન્ટ્સ હશે, જે દરેક સિરીઝમાં મેચોના આધાર પર નક્કી થશે. એક બે ટેસ્ટ મેચની સિરીઝમાં વધુમાં વધુ 60 પોઈન્ટ મેળવી શકાશે જ્યારે પાંચ મેચોની સિરીઝમાં દરેક મેચથી વધુમાં વધુ 24 પોઈન્ટ મેળવી શકાશે. ટાઈ મેચોમાં જીતના મુકાબલે અડધા અડધા પોઈન્ટ મળશે. તો ડ્રો થવા પર જીતના એક- તૃતીયાંશ પોઈન્ટ મળશે. 



સિરીઝની મેચ જીતવા પર કેટલા પોઈન્ટ મેચ ટાઈ થવા પર કેટલા પોઈન્ટ મેચ ડ્રો થવા પર કેટલા પોઈન્ટ મેચ હારવા પર કેટલા પોઈન્ટ
2 60 30 20 0
3 40 20 13.3 0
4 30 15 10 0
5 24 12 8 0

ટેસ્ટ ચેમ્પિયનશિપની મહત્વની વાતો
ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટેસ્ટ ક્રિકેટમાં પોઈન્ટ સિસ્ટમ આપવામાં આવશે. 


બે વર્ષ સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપની શરૂઆત એક ઓગસ્ટથી શરૂ થયેલી એશિઝ સિરીઝથી થઈ ગઈ છે. 


આ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમો આગામી બે વર્ષમાં 27 સિરીઝ દરમિયાન 71 ટેસ્ટ મેચોમાં ટાઇટલ માટે પડકાર આપશે. 


દરેક ટીમ એકબીજા વિરુદ્ધ હોમ એન્ડ અવે આધાર પર સિરીઝ રમશે. આ સિરીઝમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ પાંચ ટેસ્ટ મેચ હોઈ શકે છે. તમામ ટીમો એકબીજા વિરુદ્ધ રમશે નહીં. 


રદ્દ થયેલી મેચ ડ્રો માનવામાં આવશે


જો ગ્રુપ સ્ટેજ બાદ બે કે વધુ ટીમો સમાન પોઈન્ટ પર રહે છે તો વધુ સિરીઝ જીતનારી ટીમને ટેબલમાં ઉંચા સ્થાન પર ગણવામાં આવશે. 


જો ત્યારબાદ પણ ટીમ બરાબરી પર રહે તો રન પ્રતિ વિકેટને આધાર બનાવવામાં આવશે. 


ટેબલમાં ટોપ રહેનારી બે ટીમો જૂન 2021મા ફાઇનલ રમશે. 


જો ફાઇનલ મેચ ટાઈ કે ડ્રો રહે છે તો બંન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. 

પાક ક્રિકેટર હસન અલીએ ભારતીય યુવતી સામિયા સાથે દુબઈમાં કર્યાં લગ્ન


ટેસ્ટ ચેમ્પિયશિપમાં ભારતનો કાર્યક્રમ- 18 ટેસ્ટ
જુલાઈ-ઓગસ્ટ 2019: 2 ટેસ્ટ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (વિદેશી પ્રવાસ)
ઓક્ટોબર-નવેમ્બર 2019: 3 ટેસ્ટ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (ડોમેસ્ટિક સિરીઝ)
નવેમ્બર 2019: 2 ટેસ્ટ વિરુદ્ધ બાંગ્લાદેશ (ડોમેસ્ટિક સિરીઝ)


ફબ્રુઆરી 2020: 2 ટેસ્ટ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (વિદેશી પ્રવાસ)
ડિસેમ્બર 2020: 4 ટેસ્ટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (વિદેશી પ્રવાસ)
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021: 5 ટેસ્ટ વિરુદ્ધ ઈંગ્લેન્ડ (ડોમેસ્ટિક સિરીઝ)