દુબઈઃ ICC Test Rankings માં ઈંગ્લેન્ડના બેટર જો રૂટનો જલવો ફરી જોવા મળ્યો છે. સતત બે મેચોમાં બે સદી ફટકાર્યા બાદ જો રૂટ ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બેટર બની ગયો ચે. જો રૂટે ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેનને પછાડીને નંબર વનની ખુરશી હાસિલ કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટ પહેલાં પણ નંબર વન બેટર રહી ચુક્યો ચે અને તે ઘણા સમયથી ટોપ-10માં યથાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ બે મુકાબલામાં જો રૂટે સદી ફટકારી હતી. તેની મદદથી તે પહેલાં બીજા નંબર પર પહોંચ્યો અને હવે નંબર-1 બેટર બની ગયો છે. જો રૂટના ખાતામાં આ સમયે 897 રેટિંગ પોઈન્ટ્સ છે, જ્યારે માર્નસ લાબુશેનના ખાતામાં 892 પોઈન્ટ છે. ત્રીજા નંબર પર સ્ટીવ સ્મિથ છે જેના ખાતામાં 845 પોઈન્ટ ચે. 815 પોઈન્ટ સાથે બાબર આઝમ ચોથા અને 798 પોઈન્ટ સાથે કેન વિલિયમસન પાંચમાં સ્થાને છે. 


આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બોલરોની વાત કરીએ તો પેટ કમિન્સ 901 પોઈન્ટ સાથે નંબર એક પર છે, જ્યારે આર અશ્વિન 850 પોઈન્ટ સાથે બીજા સ્થાને ચે. ત્રીજા ક્રમે 830 પોઈન્ટ સાથે જસપ્રીત બુમરાહ છે. ત્યારબાદ શાહીન આફ્રિદીનું નામ છે, જેના ખાતામાં 827 પોઈન્ટ છે અને 818 પોઈન્ટ સાથે કગિસો રબાડા પાંચમાં સ્થાને છે. 


તો ઓલરાઉન્ડરોના ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા 385 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે આર અશ્વિન 341 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ત્રીજા નંબર પર જેસન હોલ્ડર છે જેના ખાતામાં 336 પોઈન્ટ છે અને 327 પોઈન્ટ સાથે શાકિબ અલ હસન ચોથા સ્થાને છે. પાંચમાં સ્થાને ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ છે, તેના ખાતામાં 307 પોઈન્ટ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube