નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જારી પાંચ મેચોની સિરીઝની ચોથી ટેસ્ટ બાદ જસપ્રીત બુમરાહને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો મળ્યો છે, જ્યારે ટેસ્ટ બેટ્સમેનોના ટોપ-10 રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. રોહિત શર્મા પાંચમાં અને વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. બુમરાહે લંડનના ધ ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટની બંને ઈનિંગમાં બે-બે વિકેટ ઝડપી હતી. આ સિરીઝમાં અત્યાર સુધી એકપણ મેચ ન રમેલ આર અશ્વિન બીજા સ્થાને યથાવત છે. 


તો ટેસ્ટ ઓલરાઉન્ડરોની વાત કરીએ તો ક્રિસ વોક્સની ટોપ-10માં એન્ટ્રી થઈ છે. રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે. ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં આર અશ્વિનને નુકસાન થયું છે. વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર છે. ટેસ્ટમાં નંબર-1 બોલર પેટ કમિન્સ છે, જ્યારે જો રૂટ નંબર-1 બેટ્સમેન છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube