દુબઈઃ આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ફરી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં તેણે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 49 અને અણનમ 52 રનની ઈનિંગ રમી હતી. તેનાથી કીવી ટીમને જીત મળી અને વિલિયમસને રેન્કિંગમાં પણ ફરી નંબર-1નું સ્થાન હાસિલ કરી લીધું છે. કેનના 901 રેટિંગ પોઈન્ટ છે અને તે બીજા સ્થાને રહેલા સ્મિથ કરતા 10 પોઈન્ટ આગળ છે. સ્મિથના આ સમયે 891 રેટિંગ પોઈન્ટ છે. તો આઈસીસીના બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચોથા સ્થાને છે અને તેના 812 રેટિંગ પોઈન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેન્કિંગમાં અન્ય ભારતીય બોલરોની વાત કરીએ તો રોહિત સર્મા છઠ્ઠા સ્થાને છે, જ્યારે રિષભ પંત એક સ્થાનના નુકસાન સાથે સાતમાં સ્થાને પહોંચી ગયો છે. તો ભારતની વિરુદ્ધ અણનમ 47 રન બનાવનાર રોસ ટેલર ત્રણ સ્થાનના ફાયદા સાથે 14માં નંબરે પહોંચી ગયો છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનવેને 18 સ્થાનનો ફાયદો થયો અને તે 42માં સ્થાને પહોંચી ગયો છે. કોનવેએ ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની પ્રથમ ઈનિંગમાં 53 રન બનાવ્યા હતા. ફાઇનલ મેચમાં 49 અને 15 રનની ઈનિંગ રમનાર ભારતીય વાઇસ કેપ્ટન રહાણેને ત્રણ સ્થાનનો ફાયદો થયો અને તે 13માં સ્થાને પહોંચી ગયો છે. 


ખેલ રત્ન માટે આ ખેલાડીઓના નામની ભલામણ, શિખર ધવન, રાહુલ, બુમરાહને મળી શકે આ સન્માન


જાડેજાને થયું નુકસાન
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને નુકસાન થયું છે. જાડેજાએ ટેસ્ટ ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવી દીધુ છે. જેસન હોલ્ડર 384 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. ત્યારબાદ બેન સ્ટોક્સ અને રવિન્દ્ર જાડેજાનો નંબર આવે છે. બંનેન 377 પોઈન્ટ છે. ચોથા સ્થાને આર અશ્વિન અને પાંચમાં સ્થાને શાકિબ અલ હસન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube