ICC Test Rankings: બેટ્સમેનમાં વિરાટ નંબર-1, ડિ કોકને થયો મોટો ફાયદો
ડિ કોક એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ડિ કોક 10માં નંબર પર છે.
નવી દિલ્હીઃ Latest ICC Test Rankings: વર્ષ 2019માં છેલ્લીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તાજા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર એક પર ભારતીય કેપ્ટન અને દમદાર બેટ્સમેન વિરાટ કોહલી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી બે ટેસ્ટ મેચોમાં ખરાબ પ્રદર્શન કરનાર સ્ટીવ સ્મિથે પોતાનું બીજુ સ્થાન યથાવત રાખ્યું છે. તો દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોકે લાંબી છલાંગ લગાવી છે.
ડાબા હાથના બેટ્સમેન ડિ કોકે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં 100થી વધુ રન બનાવ્યા, જેથી તેને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ડિ કોક એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ડિ કોક 10માં નંબર પર છે. આ મુકાબલા પહેલા તે 18માં સ્થાને હતો. આ રીતે આફ્રિકન બેટ્સમેનને આઠ સ્થાનનો ફાયદો થયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube