નવી દિલ્હીઃ ICC Test Rankings માં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એકવાર ફરી નુકસાન થયું છે. તો ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટ (Joe root) એ લાંબી છલાંગ લગાવી છે. ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કોહલી પાંચમાં સ્થાને ખસી ગયો છે. આ પહેલા તે ચોથા સ્થાને હતો, પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં સારૂ પ્રદર્શન ન કરવાને કારણે તેને નુકસાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ જાહેર કરેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન (Kane williamson) છે, જેના 919 રેટિંગ પોઈન્ટ છે. બીજા નંબર પર સ્ટીવ સ્મિથ છે, જેના ખાતામાં 891 પોઈન્ટ છે. ત્રીજા સ્થાન પર જો રૂટ (joe root) છે. ચેન્નઈ ટેસ્ટમાં બેવડી સગી ફટકાર્યા બાદ તે 883 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આ મેચ પહેલા તેના 823 રેટિંગ પોઈન્ટ હતા. ચોથા નંબર પર 878 પોઈન્ટ સાથે કાંગારૂ બેટ્સમેન માર્નસ લાબુશાને છે, જ્યારે પાંચમાં સ્થાન પર 852 પોઈન્ટ સાથે વિરાટ કોહલી (Virat Kohli) છે. 


આ પણ વાંચોઃ વિશ્વકપ બાદ ગુમાવી હતી 'જોબ', હવે વિરાટ કોહલીની ટીમ સાથે જોડાયા


ટેસ્ટ રેન્કિંગમાં બોલરોની વાત કરીએ તો જેમ્સ એન્ડરસનને ફાયદો થયો છે. ઈંગ્લેન્ડના આ ફાસ્ટ બોલરે ત્રણ સ્થાનની છલાંબ લગાવી છે અને તે પેટ કમિન્સ અને સ્ટુઅર્ટ બ્રોડ બાદ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. નીલ વેગનર અને જોશ હેઝલવુડને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. પેટ કમિન્સના ખાતામાં 908 પોઈન્ટ છે, જ્યારે 830 પોઈન્ટ સાથે બ્રોડ બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને પહોંચેલા એન્ડરસનના ખાતામાં 826 પોઈન્ટ છે. 825 પોઈન્ટ વેગનરની પાસે છે. 


ઓલરાઉન્ડરોના રેન્કિંગ પર પણ અસર જોવા મળી છે, કારણ કે જાડેજા આ મેચમાં બહાર હતો. તેવામાં તે બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ નંબર પર બેન સ્ટોક્સ છે, જ્યારે બીજા સ્થાને જેસન હોલ્ડર છે. ત્રીજા સ્થાને રવિન્દ્ર જાડેજા છે. ચોથા સ્થાને શાકિબ અલ હસનનું નામ છે, જ્યારે પાંચમાં સ્થાને કીવી ટીમનો ફાસ્ટ બોલર કાઇલ જેમીન્સન છે. 


આઈસીસી રેન્કિંગઃ ટોપ 10 બેટ્સમેન


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube