ICC Test Rankings: વિરાટ ટોપ પર યથાવત, ડિ કોક અને માર્ક વુડને થયો મોટો ફાયદો
ભારતીય રન મશીનના નામે 928 રેટિંગ પોઈન્ટ છે જે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ કરતા 17 પોઈન્ટ વધુ છે. ચેતેશ્વર પૂજારા 791 પોઈન્ટની સાથે છઠ્ઠા સ્થાને છે જ્યારે રહાણેના નામે 759 પોઈન્ટ છે.
દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શનિવારે જારી આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે જ્યારે ટીમનો વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે નવમાં સ્થાને ખસકી ગયો છે. ભારતીય રન મશીનના નામે 928 રેટિંગ પોઈન્ટ છે જે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ કરતા 17 પોઈન્ટ વધુ છે. ચેતેશ્વર પૂજારા 791 પોઈન્ટની સાથે છઠ્ઠા સ્થાને છે જ્યારે રહાણેના નામે 759 પોઈન્ટ છે.
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ બોલરોના રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર છે. તેના નામે 794 રેટિંગ પોઈન્ટ છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઠમાં સ્થાન પર છે, જ્યારે મોહમ્મદ શમી ટોપ-10માં જગ્યા બનાવનાર ત્રીજો ભારતીય છે. તે નવમાં સ્થાને છે.
ઓલરાઉન્ડરોમાં ત્રીજા સ્થાન પર જાડેજા
ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં રવિન્દ્ર જાડેજા 406 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે જ્યારે અશ્વિન (308 પોઈન્ટ) એક સ્થાનના સુધારની સાથે ચોથા સ્થાને આવીગયો છે. વિદેશી ખેલાડીઓમાં ઈંગ્લેન્ડનો માર્ક વુડ અને આફ્રિકાના ડિ કોકે જોહનિસબર્ગમાં બંન્ને દેશો વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ બાદ રેન્કિંગમાં મોટો સુધાર કર્યો છે. ઈંગ્લેન્ડે આ મેચ 191 રનથી જીતીને સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી. આ ટેસ્ટમાં 100 રન પર નવ વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બનેલ વુડ 19 સ્થાનના સુધાર સાથે 38માં સ્થાને પહોંચી ગયો છે.
IND vs NZ: હાર્દિક પંડ્યા સંપૂર્ણ પણે ફિટ નથી, કીવી સામે ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર
ડિ કોક ટોપ-10ની નજીક
આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ડિ કોકે આ મેચમાં 76 અને 39 રનની ઈનિંગ રમી ટોપ-10માં જગ્યા બનાવવાની નજીક પહોંચી ગયો છે. તે આ રેન્કિંગમાં 11માં સ્થાને છે. તેની ટીમના સાથે ખેલાડી એનરિચ નોર્ત્જેએ પણ બોલરોના રેન્કિંગમાં 20 સ્થાનનો સુધાર કર્યો છે. તે 53માં સ્થાન પર પહોંચી ગયો છે.
ફિલાન્ડરે 11માં સ્થાન પર પૂરુ કર્યું કરિયર
આફ્રિકાના વર્માન ફિલાન્ડરે ઓલરાઉન્ડર ખેલાડીઓના રેન્કિંગમાં પાંચમાં જ્યારે બોલરોના રેન્કિંગમાં 11માં સ્થાન પર રહેતા એક દાયકા લાંબા ટેસ્ટ કરિયરની સમાપ્તિ કરી છે.
હરાવેમાં શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સાત અને મેચમાં આઠ વિકેટ ઝડપનાર સિકંદર રજા 21 સ્થાનના સુધારની સાથે 51માં સ્થાને આવી ગયો છે. બેટ્સમેનોના રેન્કિંગમાં તે 57માં સ્થાન પર છે. તેણે આ મેચમાં 72 અને 34 રનની ઈનિંગ રમી હતી. બ્રેન્ડન ટેલર 22માં જ્યારે સીન વિલિયમ્સ 61માં સ્થાન પર છે. શ્રીલંકા માટે 116 રન બનાવનાર કુસલ મેન્ડિસ 26માંથી 23માં સ્થાન પર આવી ગયો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube