નવી દિલ્હીઃ ભારતીય ટીમ અન્ડર-19 વિશ્વકપના ફાઇનલ મુકાબલામાં બાંગ્લાદેશનો સામનો કરશે. રવિવારે રમાનારી આ મેચમાં યંગ બ્રિગેડની નજર પાંચમી વખત આ ટૂર્નામેન્ટ કબજે કરવા પર લાગી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમને ભલે ફેવરિટ માનવામાં આવી રહી હોય પરંતુ પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી બાંગ્લાદેશને નજરઅંદાજ કરી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સીનિયર ટીમના સભ્યોએ આ યુવા ખેલાડીઓને શુભેચ્છા આપી છે. તેમાંથી કેટલાક અન્ડર-19 વિશ્વકપ રમવાની સાથે જીતી પણ ચુક્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ આ સિતારાનો એક વીડિઓ પોસ્ટ કર્યો છે જેમાં આ ખેલાડીપોતાના અન્ડર-19 ટીમના સાથિઓને ન્યૂઝીલેન્ડથી શુભકામનાઓ આપી રહ્યાં છે. 


આ વીડિઓમાં ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, તે ટૂર્નામેન્ટને ફોલો કરી રહ્યો છે. તેણે કહ્યું, 'હું તમને લોકોને તે કહેવા ઈચ્છું છું કે અત્યાર સુધી જે કરતા આવ્યા છો તે કરજો. ફાઇનલનો વધારાનો ભાર લેતા નહીં. તમારી નૈસર્ગિક રમત રમો અને મને આશા છે કે તમે કપ ઘરે લઈને આવશો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર