ધોની સ્ટંપની પાછળ હોય તો ક્યારેય ક્રીઝ ન છોડો, ICCની બેટ્સમેનોને સલાહ
આઈસીસીએ એક ટ્વીટનો જવાબ આપતા ધોનીની વિકેટકીપિંગની પ્રશંસા કરી છે.
નવી દિલ્હીઃ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICC અત્યાર સુધી આ રમતને જેન્ટલમેન બનાવી રાખવાના નિયમો અને કાયદાને લઈને તત્પર હતી. પરંતુ વેલિંગટનની ઘટના બાદ હવે ક્રિકેટ રમી રહેલા બેટ્સમેનોને ધોનીથી બચાવવાનું બીડું પણ ઉઠાવી લીધું છે. ICCએ સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કરીને વિશ્વભરના બેટ્સમેનોને તે સલાહ આપી કે, તે કોઈપણ સ્થિતિમાં પોતાની ક્રીઝ ન છોડે, જો સ્ટંપની પાછળ એમએસ ધોની હોય.
વર્લ્ડ ક્રિકેટના બેટ્સમેનોને આઈસીસીએ આ ચેતવણી વેલિંગટનમાં કીવી બેટ્સમેન જિમી નિશીમની સાથે થયેલી દુર્ઘટના જોયા બાદ આપી હતી. સોશિયલ મીડિયા પર છવાયેલી તસ્વીરો જુઓ અને સમજો કે આઈસીસીએ ધોનીને લઈને મુહિમ ચલાવવાની જરૂર કેમ પડી.