મેલબોર્નઃ ન્યૂઝીલેન્ડને ચાર રને પરાજય આપતા ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ સાતમી વખત મહિલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં કટ્ટર વિરોધી બંન્ને ટીમો સોમવારે આમને-સામને હતી. જ્યાં ટોસ ગુમાવીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 151 રન બનાવી શકી અને ચાર વિકેટથી મુકાબલો હારી ગઈ હતી. આ પરાજયની સાથે ટૂર્નામેન્ટમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ છે. ગ્રુપ-એમાં ત્રણ જીત અને એક હાર સાથે કાંગારૂ ટીમ બીજા સ્થાન પર રહી જ્યારે પોતાની ચારેય લીગ મેચ જીતીને ભારતે સેમિફાઇનલમાં સૌથી પહેલા પ્રવેશ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઇને ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કાંગારૂ ઓપનર બેથ મૂની (60)ની અડધી સદી અને બીજા બેટ્સમેનોની શાનદાર રમતની મદદથી 20 ઓવરમાં 155 રન બનાવ્યા અને કીવી ટીમને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ સતત મેચમાં હતી, પરંતુ 17મી ઓવરમાં ઉપરા ઉપરી બે વિકેટ ગુમાવી કીવી ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. અંતિમ ઓવરમાં 20 રનની જરૂર હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં અંતમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી અને સાતમાં વખત સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ અત્યાર સુધી તમામ વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી છે. તો ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ 2010, 2012, 2014 અને 2018માં રેકોર્ડ ચાર વખત વિશ્વકપ જીતી ચુકી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર