ક્રાઇસ્ટચર્ચઃ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વ કપ 2021નું આયોજન ન્યૂઝીલેન્ડમાં 30 જાન્યુઆરીથી થશે અને તેમાં કુલ 31 મેચ રમાશે. બે પુરૂષ વિશ્વ કપ (1992 અને 2015) અને એક મહિલા વિશ્વ કપ (2000)ની યજમાની કરી ચુકેલુ ન્યૂઝીલેન્ડ ચોથી વખત વિશ્વકપની સંયુક્ત કે પોતાના દમ પર યજમાની કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી)ના નિવેદન અનુસાર 50 ઓવરની આ પ્રતિષ્ટિત ટૂર્નામેન્ટ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વ કપની 12મી સિઝન હશે અને ન્યૂઝીલેન્ડે યજમાન હોવાને કારણે ટૂર્નામેન્ટ માટે સ્વતઃ ક્વોલિફાઇ કરી લીધું છે. આઈસીસી મહિલા ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં સામેલ ટીમોને આ પ્રતિષ્ઠિટ ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળશે જ્યારે બાકી ત્રણ ટીમોને ક્વોલિફાયરના માધ્યમથી બીજી તક મળશે. 


ક્વોલિફાયરમાં બાંગ્લાદેશ અને આયર્લેન્ડ સિવાય આફ્રિકા, અમેરિકા, એશિયા, પૂર્વ એશિયા પ્રશાંત અને યૂરોપની પ્રાદેશિક ક્વોલિફાયર ટીમ ભાગ લેશે. પોઈન્ટ ટેબલમાં અત્યારે ટોપ ચાર ટીમો ઓસ્ટ્રેલિયા (22 પોઈન્ટ), ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ (22), ભારત (16) અને દક્ષિણ આફ્રિકા (16) છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર