દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વર્ષ 2018ની મહિલા વનડે અને ટી20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી દીધી છે. વનડે ટીમમાં જ્યાં બે ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા તો ટી20મા ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. હરમનપ્રીત કૌરને ટી20 ટીમની કેપ્ટન પણ બનાવવામાં આવી છે. સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવને વનડે અને ટી20 બંન્ને ટીમમાં સ્થાન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનડે ટીમમાં ભારતની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ જગ્યા બનાવી છે, જેનું 2018મા પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેની ઓપનિંગ બેટ્સમેન તરીકે આઈસીસી વનડે ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ સિવાય સ્પિનર પૂનમ યાદવને પણ વનડે ટીમ ઓફ ધ યરમાં જગ્યા મળી છે. વનડે ટીમની આગેવાની ન્યૂઝીલેન્ડની સુજી બેટ્સમેન સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટ્સમેન એલિસા હીલીને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવી છે. 


ટી20 ટીમની જો વાત કરીએ તો તેમાં સૌથી વધુ 3 ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે. સ્મૃતિ મંધાના ઓપનિંગ બેટ્સમેન તરીકે અને પૂનમ યાદવ બોલર કરીએ અહીં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ખાસ વાત છે કે, આ ટીમની કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરની પસંદગી કરવામાં આવી છે. બેટ્સમેન તરીકે ટી20 વિશ્વકપમાં હરમનપ્રીત કૌરે 160.50ની શાનદાર સ્ટ્રાઇક રેટથી 183 રન બનાવ્યા હતા. તો તેણે 2018મા રમાયેલી 25 ટી20 મેચોમાં 126.20ની સ્ટ્રાઇક રેટથી 663 રન બનાવ્યા છે. તે આઈસીસી ટી20 રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે. 


વર્ષ 2018ની આઈસીસી મહિલા અને ટી20 ટીમ ઓફ ધ યર આ પ્રકારે છે. 



વનડે ટીમઃ
સ્મૃતિ મંધાના (ભારત), ટૈમી બ્યૂમોન્ટ (ઈંગ્લેન્ડ), સુજી બેટ્સ (ન્યૂઝીલેન્ડ, કેપ્ટન), ડેન વૈન નીકેર્ક (દક્ષિણ આફ્રિકા), સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ), એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા, વિકેટકીપર), મેરિજને કૈપ (આફ્રિકા), ડીંડ્રા ડોટિન (વેસ્ટ ઈન્ડિઝ), સના મીર (પાકિસ્તાન), સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ), પૂનમ યાદવ (ભારત). 



ટી20 ટીમઃ 
સ્મ-તિ મંધાના, એલિસા હીલી (વિકેટકીપર, ઓસ્ટ્રેલિયા), સુજી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), હરમનપ્રીત કૌર (ભારત, કેપ્ટન), નૈટલી સાઇવર (ઈંગ્લેન્ડ), એલિસા પેરી (ઓસ્ટ્રેલિયા), એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), લેઘી કાસ્પેરેક (ન્યૂઝીલેન્ડ), મેગન શટ (ઓસ્ટ્રેલિયા), રૂમાના અહમદ (બાંગ્લાદેશ), પૂનમ યાદવ (ભારત).