નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. ભારતે આજે ન્યૂઝીલેન્ડને મહત્વની મેચમાં 3 રનથી હરાવ્યું. 16 વર્ષની ભારતીય ઓપનર શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ બની. ટુર્નામેન્ટમાં ભારતની આ ત્રીજી જીત છે. તેણે અગાઉ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા ટી 20 વર્લ્ડ કપમાં ગુરુવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ. ભારતે મેલબર્નમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરી. જેમાં શેફાલી વર્મા (46)ની સુપર્બ ઈનિંગના કારણે 8 વિકેટ પર 133 રનનો સ્કોર કર્યો. ન્યૂઝીલેન્ડની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી તો પાંચ વિકેટ પર માત્ર 130 રન કરી શકી. ભારતની હવે પછીની મેચ શ્રીલંકા સામે હશે. 


ભારતની બેટિંગની વાત કરીએ તો એકવાર ફરીથી શેફાલી વર્મા ટીમની ટોપ સ્કોરર સાબિત થઈ. તેણે 46 રન કર્યાં. શેફાલીએ 34 બોલમાં ચાર ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી રન ફટકાર્યા. તાનિયા ભાટિયાએ 25 બોલમાં 23 રન કર્યાં. શેફાલી અને તાનિયાને બાદ કરતા અન્ય કોઈ પણ ખેલાડી 20નો આંકડો પાર કરી શકી નહી. રાધા યાદવે 14, સ્મૃતિ મંધાનાએ 11 અને જેમિમાહ રોડ્રિગેજ તથા શિખા પાંડેએ 10-10 રન કર્યાં. ન્યૂઝીલેન્ડની અમેલી કેર અને રોજમેરી મેયરે 2-2- વિકેટ લીધી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube