World Cup 2019: હાર બાદ પીટસરને કેપ્ટન મોર્ગનને ગણાવ્યો નબળો, કહ્યું- ઈંગ્લેન્ડની રાહ મુશ્કેલ
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 285 રનનો પીછો કરતા ઈંગ્લેન્ડની ધબડકો થયો હતો. ટીમે શરૂઆતી ત્રણ વિકેટ માત્ર 25 રનમાં ગુમાવી દીધી હતી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડે વિશ્વ કપની 32મી મેચમાં 64 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ સેમિફાઇનલની રેસ ખુલ્લી ગઈ છે. ઈંગ્લિશ ટીમ, જે સેમિફાઇનલની દાવેદાર માનવામાં આવી રહી છે, તેના માટે હવે માર્ગ મુશ્કેલ બની ગયો છે. હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડની ટીમે બાકી બંન્ને મેચ જીતવી પડશે. સતત મળી રહેલી હાર બાદ ઈંગ્લેન્ડે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસને ઇયોન મોર્ગનની ટીકા કરતા તેને નબળો ગણાવ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે થયેલા પરાજય બાદ પીટરસને ટ્વીટ કરતા લખ્યું, 'મિશેલ સ્ટાર્કના પ્રથમ બોલ પર કેપ્ટન ઇયોન મોર્ગન જે રીતે સ્ક્વાયર લેગ તરફ ગયો, આ તેની ટેકનિકની નબળાઈ જણાવે છે. તેનાથી ખ્યાલ આવે છે કે આવનારો સમય ટીમ માટે કેટલો મુશ્કેલ થવાનો છે. મને નથી ખ્યાલ, પરંતુ મેં આજ સુધી આટલી સરળતાથી પોતાની નબળાઇ દેખાડતો કેપ્ટન જોયો નથી.'
World cup 2019: 'જો અને તો'ની સ્થિતિ વચ્ચે આ છે સેમિફાઇનલના નવા સમિકરણ
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 285 રનનો પીછો કરતા ઈંગ્લેન્ડની ધબડકો થયો હતો. ટીમે શરૂઆતી ત્રણ વિકેટ માત્ર 25 રનમાં ગુમાવી દીધી હતી. કેપ્ટન મોર્ગન માત્ર ચાર રન બનાવી શક્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 115 બોલનો સામનો કરતા 89 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડ આગામી મેચમાં 30 જૂને ભારત સામે ટકરાશે.