માનચેસ્ટરઃ આઈસીસી વિશ્વ કપ-2019ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી ચુકેલી ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ડાબા હાથનો બેટ્સમેન શોન માર્શ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપમાંથી બહાર થઈ ગયો છે. માર્શના હાથનું હાડકું તૂટી ગયું છે. વિકેટકીપર બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બને માર્શના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આઈસીસીની ટેકનિકલ સમિતિએ હૈંડ્સકોમ્બને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્શને ગુરૂવારે પ્રેક્ટિસ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. ઓલ્ડ ટ્રેફર્ડમાં લાગેલી આ ઈજા બાદ માર્શે પોતાના હાથની સર્જરી કરાવવી પડશે. માર્શ સિવાય ગ્લેન મેક્સવેલને પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી પરંતુ તે ફિટ છે. 


ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે પોતાની અંતિમ લીગ મેચ માનચેસ્ટરમાં આફ્રિકા વિરુદ્ધ રમવાની છે.