ICC World Cup 2019: વિશ્વ કપ 2019 માટે સૌરવ ગાંગુલીનું યુવા ખેલાડીને લઇને મોટું નિવેદન
વિશ્વ કપ 2019 : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાને એલર્ટ કરી છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમને ઋષભ પંતની ખોટ વર્તાશે. પંતને પસંદગી સમિતિએ વિશ્વ કપ ટીમમાં સમાવ્યો નથી
કોલકત્તા: આઇપીએલ (IPL 2019) સમાપ્ત થતાં જ હવે ક્રિકેટના મહાકુંભ સમા વિશ્વકપ 2019 (ICC Cricket World Cup 2019) નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ વર્લ્ડ કપ માટે સજ્જ થઇ રહી છે. આ દરમિયાન ભારતના પૂર્વ મહાન કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના યુવા ખેલાડી ઋષભ પંતને વિશ્વ કપ ટીમમાં ન સમાવાતાં આ મામલે સવાલ ઉઠાવ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રાષ્ટ્રીય ટીમને 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવા જઇ રહેલા વન ડે વિશ્વ કપમાં ઋષભ પંતની ખોટ વર્તાશે. પંતને પસંદગી સમિતિએ વિશ્વકપ માટે પસંદ નથી કર્યો.
પંતની બેટીંગથી પ્લેઓફમાં પહોંચી દિલ્હી
ઋષભ પંતે ધમાકેદાર બેટીંગ બતાવતાં દિલ્હીની ટીમ આ વખતે આઇપીએલમાં પ્લેઓફમાં પહોંચી હતી. દિલ્હી કેપિટલ્સ માટે રમતાં પંતે આ વખતે ઉત્કૃષ્ઠ બેટીંગ બતાવી હતી. ગાંગુલી આ વખતે દિલ્હી ટીમના સલાહકાર હતા. ગાંગુલીએ કહ્યું કે, ભારતને વિશ્વ કપમાં પંતની ખોટ વર્તાશે.